________________ 510 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (47) આયતન –અહિંસાધર્મના પાળનારા મુનિરાજોના સાહચર્યથી તે ભાગ્યશાળીઓ પણ સારા ગુણોનું આયતન એટલે ઘર બનવા પામે છે. " (48) યત્ન –અહિંસાનું આરાધન સર્વથા નિરવઘ હેવાથી સાધકના બધાય પ્રયત્ન, યતના (જયણું) પૂર્વક હોય છે. (49) અપ્રમાદ - પુરૂષાર્થ બળે અહિંસા વ્રતને પ્રાપ્ત કરનારા ભાગ્યશાળીઓનું જીવન પ્રમાદ વિનાનું હોય છે. પ્ર ઉપસર્ગ પૂર્વક “મદ્ ધાતુથી પ્રમાદ શબ્દ બને છે. જેને અર્થ “ઉન્મત્ત થાય છે. જેટલા અંશમાં હિંસાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ હોય છે એટલે જ જીવનમાં પ્રમાદ સમજ. જેથી તેની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેફાન, ધમાધમ, બકવાસને પ્રવેશ હેય જ છે. (50) આશ્વાસ?–અહિંસાની સેવાથી જ માણસ માત્ર બીજાને માટે આશ્વાસરૂપ બને છે. કેમ કે હિંસક, જૂઠા બેલો, ચેર, દુરાચારી માણસ કેઈને માટે પણ આશ્વસનીય એટલે કે શરણભૂત બની શકતું નથી. (51) વિશ્વાસ -અહિંસકવૃત્તિ અને પ્રવૃત્તિવાળા માણસને જોઈ પ્રાણી માત્રને તેમના પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અસ્પષ્ટ કે સ્પષ્ટ ચેતનવાળા જીવાત્માઓને પણ મરણને ભય અવશ્ય હોય છે. તેથી પિતાને મારવાવાળા સામે ઉભે હોય ત્યારે તેને કંપારી આવ્યા વિના રહેતી નથી.