________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 505 હોવાથી પિતાની આત્મસંપત્તિનું દેવાળું કાઢવા માટે તૈયાર થયે છે એમ સમજીને પિતાનું ઉર્ધ્વીકરણ કરવા માટે પોતાનું સમાધાન પોતાની મેળે કરવું. (40) સંયમ ઈતિ ચ -હિંસાના કાર્યોથી નિવૃતિવિરતિ લેવી તેને સંયમ કહેવાય છે. અનાદિકાળમાં તેની નિવૃતિ લેવાનો પ્રસંગ જીવાત્માને આવ્યું નથી, આવ્યું હશે તે જાણકારીને અભાવ હોવાથી તેની આરાધનામાં કચાશ, પ્રમાદ, બેદરકારી રહી હશે, અથવા તેની સાધના થાય તેવા પ્રકારના માતા-પિતા, કુટુંબ-કબીલા, જ્ઞાન-ગુરૂ, છેવટે પિતાની પણ તૈયારી ન હોય તે સાધના વાંઝણ રહેવા પામશે, જેથી ધાર્યું ફળ મેળવી ન શકાય તે બનવાજોગ છે. જૈન સૂત્રકારોએ કહ્યું કે, અહિંસાની સાધના માટે સંયમની આરાધના જરૂરી છે. “હિત-સંગમો-તવો” આ ત્રણેમાં સંયમ શબ્દ વચ્ચે મૂકવાને આશય એટલે જ છે કે તેના વિના અહિંસા અને ધર્મ પણ નિષ્ફળ બને છે. કેવળજ્ઞાનીઓ પિતાના જ્ઞાનવડે સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુને યથાર્થ સ્વરૂપે જાણી લીધા પછી જ ઉપદેશ છે કે સંયમની સાધના જ અહિંસક જીવનનું મૂળ કારણ છે. (41) શીલ પરિગ્રહ -શીલ પરગ્રહનો અર્થ ચારિત્ર સ્થાન છે. ભગવતી અહિંસાદેવીને રહેવાનું સ્થાન કયુ? 18 પાપસ્થાનકોમાં જેમ પાપને જ વાસ છે અને 9 પ્રકારના પુણ્ય સ્થાનમાં પુણ્યનું સ્થાન જેમ નિર્ધારિત થયેલું છે, તેવી રીતે અહિંસાદેવીને રહેવાનું સ્થાન સમ્મચારિત્ર સિવાય બીજું