________________ 506 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર એ કેય નથી. ચારિત્ર એટલે પાંચ પ્રકારના પાપનો સર્વથા ત્યાગ પાંચે ઈન્દ્રિયનું સર્વથા દમન, કષાયેનું મારણ તથા પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિ કાયાના જીથી લઈને ઇન્દ્રપદ કે ચક્રવતી પદ પર રહેલા ની મનસાવચસા અને કાયાથી પણ આશાતના, વિરાધના, અપભ્રાજના, તિરસ્કાર, અપમાન કરવામાં ન આવે તેને સમ્યફચારિત્ર કહેવાય છે. માટે રૂડી રીતે એટલે શ્રદ્ધા-સંવેગ-નિર્વેદ, અનુકમ્મા અને બધાય છે મારા આત્માના સમાન છે તેવી રીતે આરાધાતું ચારિત્ર જ અહિંસા છે. બેશક! બધાય જીમાં તે પ્રકારની શક્તિ ન હોય તે માનવા યેય છે, તે પણ મનમાં હરામખેરી ન હોય, પાપભીરતા કેળવાયેલી હોય, અને હવે મારે દુર્ગતિમાં જવું નથી તેવી તમન્ના હોય, તે સવશે નહિ પણ અલ્પાંશે એટલે કે-શક્તિ અને પરિ સ્થિતિની તરતમતાને ખ્યાલ કરીને જે રીતે અને જેટલા પ્રમાણમાં હિંસાના સ્થાને બંધ કરાશે તે આત્માને, જીવન વ્યવહારને કે સામાજિક વ્યવહારને પણ વધે આવે તેમ નથી. સંસારભરના બધાય વ્યવહારે, ખાનપાન, દશ્ય, શ્રવણ, સૂંઘવાનું કે બીજી કેટલીય બાબતોને ધીમે ધીમે ત્યાગ કરવામાં આવે તે આત્માને કે વ્યવહારને પણ હાનિ થાય તેમ નથી, કેમ કે બધાય પદાર્થો એક સાથે ખરીદી શકવાના નથી. ભેગશક્તિ કમજોર હોવાથી ભેગવી શકવાના નથી તે પછી ભેગ-ઉપભેગના માર્ગો ખુલ્લા રાખીને તેના ભેગેની લાલસાથી મસ્તિષ્કને ઉષ્ણુ રાખવાથી પણ કયો