________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 501 (35) અનાશ્રવ –જ્યાં અહિંસાની પ્રતિષ્ઠા છે, ત્યાં પાંચે આશ્ર રહી શકતા નથી. કેમ કે હૈયાના મંદિરમાં અહિંસાનું પ્રતિષ્ઠાપન હિંસાના નિગમ પછી જ થાય છે. અને અહિંસકને જૂઠ બેલવાનું, ચેરી કરવાનું, મૈથુનાસક્ત બનવાનું કે પરિગ્રહને આરાધક બનવાનું રહેતું નથી. આ કારણે જ અનાશ્રવ એટલે આશ્રવ વિનાના જીવનના મૂળમાં અહિંસકભાવ રહે છે. તેથી તે તેને પર્યાય બને તે યથાર્થ છે. | (36) કેવળ સ્થાન - ચારે ઘાતી કર્મોનું નિકંદન કાઢ્યા પછી જ સર્વશ્રેષ્ઠ, પરિપૂર્ણ, બીજા જ્ઞાનથી સર્વથા નિરપેક્ષ, અસહાય આદિ વિશેષણોથી વિશેષિત, કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં, કરોડની સંપત્તિ, રૂપગર્વિષ્ઠ યુવાકાળ કે મારક શસ્ત્રોની સજાવટવાળું સશક્ત શરીર કામે નથી આવતું. પરંતુ અહિંસાદેવીની નિર્ભેલ, નિર્વ્યાજ અને શુદ્ધ તથા પવિત્ર અધ્યવસાયે પૂર્વકની કરેલી આરાધના જ કામે આવે છે. માટે બધાય દ્રષિઓ, મહર્ષિઓ, તપસ્વીઓએ પણ પોત પોતાના ગ્રંથમાં “અહિંસા પરમો ધર્મ, “અહિંસા ધમ્મસ્સ જણણું”, દયા ધર્મ કા મૂલ હૈ”, "Do Not Kill Any body, માતૃસ્વરૂપ અહિંસા એવ” ઈત્યાદિ વાક્યોથી પિતાના અનુયાયીઓને સ્પષ્ટ આદેશ આપે છે કે તમારે કેવળજ્ઞાન મેળવવું હોય, અનંત સુખ જોઈતું હોય તે અહિંસાદેવીનું આરાધન કરશો, જે તમને ઈષ્ટ સ્થાને પહોંચાડી શકશે. અહિંસક માનવનું મન અને ઈન્દ્રિય સંયમયુક્ત બને છે તથા સંયમી આત્મા જ ધર્મની સફળ આરાધના કરી શકે છે.