________________ 500 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અવસર શી રીતે આવશે? ગત ભવની આરાધિત અહિંસા જ્યારે આ ભવમાં ઉદિત થાય છે, ત્યારે તે ભાગ્યશાળી જન્મથી જ અહિંસક ભાવનાવાળે હોવાથી, પિતાની આંખ સામે કઈ પણ કીડાને, કીડીને કે ચકલીના બચ્ચાને પણ મરવા દેતા નથી. તેમજ પોતાની ખાવાની, પહેરવાની વસ્તુઓને પણ આંખમાંથી પાણી ટપકાવનારા ગરીબને દીધા વિના રહેતું નથી. છેડા આગળ વધીએ તે લાખોમાં એકાદ દયાળુ માણસ તે પણ મળશે કે પોતાના ભાગ્યથી મળેલી સારી વસ્તુને પણ પોતાના ઓટલા પર ઉભા રહીને ખાશે નહિ. જેથી આડોશ-પાડોશમાં રહેનારા પિતાના જાત ભાઈના ગરીબ બચ્ચાઓને તે સારી વસ્તુ જેઈને પિતાની ગરીબી પર આંસુ સારવા પડે અને ખાવાની લાલસાથી તેમને ચોરી કરવાની આદત પડે કદાચ લખવામાં અતિરેક થતું હોય તે માફી માંગતે કહીશ કે, આનાથી ચડિયાતું સ્વામીવાત્સલ્ય બીજું કયું? (34) સિદ્ધાવા કૃતકૃત્ય થયેલા એટલે કે, જન્મજરા અને મૃત્યુથી સર્વથા મુક્ત થયેલા સિદ્ધ ભગવંતેને આવાસ, સિદ્ધાવાસ કહેવાય છે. કર્માણ માત્ર નાશ પામેલા હોવાથી તજજન્ય દુઃખને આણ પણ તેમને નથી. માટે જીવ માત્ર તેવા મેક્ષની ઝંખના કરે છે જે અહિંસાધર્મની આરાધના વિના શક્ય નથી. માટે જ અહિંસાને પર્યાય સિદ્ધાવાસ છે. અહિંસા કારણ છે અને સિદ્ધાવાસ કાર્ય છે. ગમે તે જાતને, નાતને માનવ યદિ અહિંસક છે તે આજેકાલે કે પરમ દહાડે પણ “નમો સિદ્ધાણં' પદને પ્રાપ્ત કરશે તે શંકા વિનાની વાત છે.