________________ 498 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મોટા થાય છે અને કમોતે મરે છે. જ્યારે બીજો માણસ સુખ–શાતિ અને પ્રસન્નચિત્ત થઈને જન્મે છે, યુવાકાળ પૂર્ણ કરે છે અને હસતાં-કૂદતાં પરલેકે સીધાવે છે. આમાં માનવશરીર એકસમાન હોવા છતાં પણ પૂર્વભાજિત અદષ્ટ કર્મોના કારણે જ આવું બનવા પામે છે. શુભાશુભ કર્મોની ઉપાર્જના અહિંસા અને હિંસાને આભારી છે. કેમ કે અહિંસક માણસ કેઈને શત્રુ બનતું નથી, બીજાને શત્રુ બનાવતે નથી. તે માટે પિતાની રહેણી-કરણી મર્યાદિત અને સંયમિત રાખે છે, જ્યારે હિંસક માણસ મન-વચન અને કાયાથી અસંયમિત– અમર્યાદિત હોવાના કારણે રહેણું –કરણમાં વિસંવાદિતા રહેલી હોય છે. માટે તેઓનું જીવન સ્વાર્થ પૂર્ણ હેવાથી બીજાઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે પણ સંઘર્ષ– વૈર-વિરોધમાં ઉતરીને ઘણુઓના શત્રુ બનશે અને પાપપાર્જનમાં વૃદ્ધિ કરશે. માટે પ્રમાદ એટલે પ્રસન્ન જીવનનું મૌલિક કારણ ભૌતિકવાદ નથી પણ અહિંસકભાવ છે. " (૩ર) વિભૂતિ -દ્રવ્ય અને ભાવ વિભૂતિ (ઐશ્વર્યસંપત્તિ)ના મૂળમાં માનવની ચતુરાઈ–ચાલાકી કે ભણતર નથી, પણ ગત માં આરાધેલે અહિંસાધર્મને ચમત્કાર છે. ત્યારે જ તે દ્રવ્યની વિદ્યમાનતામાં પણ વિવેકી-બુદ્ધિસમ્પન્ન અને પ્રસન્નચિત્ત દેખાય છે અને પુણ્યકર્મોની સાથે હિંસાકર્મ દ્વારા ઉપાર્જન કરેલે પાપને ભારો માથા પર રહેલે હોય ત્યારે તે શ્રીમંત, શરીર-મન અને વચનને કમજોર-રેગિષ્ટ તથા અસાધ્ય બિમારીઓમાં રીબાઈ રીબાઈને જીદગી પૂર્ણ કરે છે.