________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 47 કેવળજ્ઞાનની મર્યાદામાં લાવી મૂકે છે, ત્યાર પછી આત્મા સ્વયં કલ્યાણમય બની જાય છે. આ (30) મંગળ-“ મંguથાતિ ફૂલત્તિ 2 અતીત ' જેના વડે, જે અનુષ્ઠાને કે વિધિવિધાન દ્વારા પુણ્ય, સુખ અને સંપત્તિ મળે તેને મંગળ કહેવાય છે. જેની ચાહના પ્રત્યેક માણસને રહેલી છે, અને હજારે પ્રકારના પ્રયત્ન પણ કરે છે. પરંતુ પ્રશ્ન થાય છે કે, વસ્તુની ચાહના કરવા માત્રથી કેઈનેય તેની પ્રાપ્તિ થઈ છે? સંસારના લાખે-કરોડો માન આપણી આંખ સામે જ છે. જે ભયંકર દુઃખમાં સમય પસાર કરી રહ્યાં છે સાથે સાથે મંદિર–દેવળ, ચર્ચા–મસ્જિદ કે બીજા અનેક ધર્મસ્થાનમાં કે સાધુ-સંતે પાસે તેની માંગણી પણ કરે છે. આવી સ્થિતિમાં સૂત્રકાર મંગળ શબ્દની વ્યાખ્યા બીજા પ્રકારે સમજાવતાં કહે છે કે, જ્યાં સુધી પાપને વ્યવસાય છેડી દેવામાં ન આવે ત્યાં સુધી સુખ મળવાનું નથી. માટે "N giv થતીતિ કંઇક્રમ' એટલે કે પાપ ભાવનાઓને સમાપ્ત કરાવે તેને મંગળ કહેવાય છે. સમજવાનું સરળ બનશે કે ઈશ્વરાદિ પાસે પુણ્યની ચાહના કરવી તેના કરતાં મારા પાપ નાબૂદ થાય તેવી પ્રાર્થના વધારે ફળદાયી બનશે, અને તે માટે અહિંસાની આરાધના જ સરળ અને સ્વચ્છ માર્ગ છે. કેમ કે અહિંસાને આરાધકને બધીય જાતના મંગળે મળે જ છે. " (31) પ્રમોદમાનના બે પ્રકાર છે. એક તે શક-સંતાપ-આધિ અને વ્યાધિને સાથે લઈને જ જન્મે છે,