________________ કલ્ડ * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પરજીને મન-વચન-કાયાથી પીડા કરવી મહા પાપ છે.” તું મરી જા આટલું કહેવા માત્રથી પણ સામેવાળાને ઘણું જ દુઃખ થાય છે, તે પછી જીભ-ઈન્દ્રિયને વશ બનીને જીવને કસાઈખાને મરાવવાં, મારવાં અને મરેલા કે મરાવેલા જીનું માંસ ખાવું, ખવરાવવું શા માટે પાપ ન હોય ? શાસ્ત્રો ગમે તે કહેતા હોય પણ શાસ્ત્રજ્ઞાતૃત્વનું ફળ પંડિતાઈ નથી પણ અહિંસા છે, તર્કવાદ નથી પણ સમાધાન બુદ્ધિ છે. છેવટે આરાધના તે અહિંસાની કરવાની છે. જૈન સૂત્રકારોએ તે ત્યાં સુધી કહ્યું છે કે, ગમે તેવા પવિત્ર અને શુદ્ધાનુષ્ઠાનેમાં પણ અહિંસાની આરાધનાને ખ્યાલ રાખ, કેમ કે અહિંસાનું શિક્ષણ લેવા માટે જ અનુષ્ઠાનની રચના થઈ છે. ' (29) કલ્યાણ -જેનાથી ભવબંધન છુટે અને મુક્તિની પ્રાપ્તિ થાય તેનું નામ જ આત્મકલ્યાણ છે. મેલા કપડાંએને ઉજળા કરવા માટે બેબીને આપ્યા હોય અને કઈ ધંબી કપડાંઓ પર સફેદ લગાવીને ઉજળા કરે તેને અનાડીને ઈલકાબ (સર્ટિફીકેટ) મળ્યા વિના રહેતું નથી. જ્યારે બીજે બેબી સમજદાર હોવાથી કપડાં પરના મેલને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. કેમકે વિશ્વ સ્વયં ઉજળું જ છે માટે ભાડુતી મેલને દૂર કર્યા વિના બીજો માર્ગ નથી. તેવી રીતે આત્મારૂપી વસ પર કર્મોને મેલ લાગેલા છે, તેને દૂર કરવા માટે અહિંસા અને સંયમ દ્વારા નવા પાપને શેકવા અને તપસ્યા વડે જૂના પાપોને નાબૂદ કરવા. આનાથી અતિરિક્ત બીજે માર્ગ ક્યો? માટે અહિંસાની આરાધના જ જીવાત્માને