________________ 494 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (5) કેઈને પણ પ્રતિકાર અને પ્રતિરોધ કરવા માટે તૈયાર થશે નહિ. સારાંશ કે “સM રેવ મેયaaો' સંસારસાગરને પાર કરવા માટે અરિહંત પરમાત્માઓએ અજબ-ગજબની શક્તિ વાળ મંત્ર આપણને આપે છે, જેની માળા રે જ ગણવી. (26) વિશુદ્ધિ :-વસ્ત્ર પર લાગેલ મેલને પાણી જ સાફ કરે છે. પણ ભૂલવું ન જોઈએ કે-ઠંડા પાણીમાં, ગરમ પાણીમાં તથા સર્કવાળા ગરમ પાણીમાં નાખેલ વસ્ત્ર ઉત્તરોત્તર વધારે સાફ થયા વિના રહેતાં નથી. તેવી રીતે અહિંસાની આરાધના પણ સમજવી. કેમ કે જઘાબળ સર્વથા ક્ષીણ થયેલ માનવ કેવળ શરીરથી અહિંસક છે, મૂગો માણસ વચનથી અહિંસક છે. તેમ બીજા પ્રકારના અશક્ત માણસો પણ અહિંસક હોઈ શકે છે. પણ તેમાં તાકાત કેટલી? જ્યારે એક ભાગ્યશાળી સમજદારીપૂર્વક મન-વચન-કાયાથી હિંસા કરતું નથી, કરાવતું નથી અને હિંસક માનવેના હિંસક કૃત્યેની અનુમોદના પણ કરતા નથી. આ અહિંસક માણસ નવા પાપના દ્વાર બંધ કરવાપૂર્વક જૂના પાપને પણ ખંખેરી દેતા વાર કરતું નથી. કેમ કે અહિંસા સંયમ છે અને સંયમ ચારિત્ર છે અને ચારિત્રમાં જૂના પાપને બેવડાવવાની અભૂતપૂર્વ શક્તિ રહેલી જ છે. માટે વિશદ્ધિને અહિંસાને પર્યાય માન્ય છે. (24) લબ્ધિઃ -લબ્ધિને અર્થ પ્રાપ્તિ થાય છે. પૂર્વ ભવમાં પુણ્યકર્મો જેમણે આરાધ્યા નથી, તેવાઓ કદાચ