________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 45 માનવાવતાર મેળવે તે પણ ખાનપાન આદિની પ્રાપ્તિ પણ મુશ્કેલથી બને છે, અને પુણ્યની આરાધના કરેલી હોય તે પાચે ઇન્દ્રિયેના ત્રેવીશ વિષયની પ્રાપ્તિ સુલભ બને છે. અનત ભવની રખડપટ્ટીમાં આવા અવતારો અનન્તવાર કર્યો છે અને પુણ્યકર્મોને ભેગવટો પણ મન ધરાઈને કર્યો છે. તેમ છતાં પણ ક્યારેય કેવળજ્ઞાન અને કેવળદર્શનની લબ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી. માટે તેની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તે ઉત્કૃષ્ટ પ્રકારે અહિંસાની આરાધના કર્યા વિના બીજો માર્ગ નથી, જે મુનિમાર્ગ-મુનિધર્મસંયમધર્મ સમિતિગુપ્તિધર્મથી સરળ બનશે. ગૃહસ્થ ચાહે ગમે તે વિદ્વાન, પંડિત ધારાબદ્ધ સંસ્કૃત, પ્રાકૃત, માગધી, ફારસી કે અંગ્રેજી ભાષા બોલનાર હોય તે પણ તેને વેષ અને વ્યવહાર મુનિધર્મને પૂર્ણ રૂપે આરાધી શકવા માટે નથી. તેમ અપવાદ સિવાય ધર્માનુષ્ઠાનોમાં પણ એકાગ્ર થઈ શક્તો નથી. જયારે સુનિધર્મને પિતાના આત્માની આરાધના સિવાય બીજે કયાંય લય હેતું નથી. માટે લબ્ધિને અહિંસાને પર્યાય કહ્યો છે. (28) વિશિષ્ટ દષ્ટિ તર્કશાસ્ત્રોની કે ષડ્રદર્શનની રહસ્યતાને સૂક્ષ્માતિસૂક્ષમ રૂપે જાણી લીધી હોય તે પણ અહિંસાની આરાધના વિના તર્કશાસ્ત્રોનું જ્ઞાન આત્મિક ઉત્થાનને માટે પ્રાયઃ કરી સફળ નથી બનતું. “કેટલાય લે કે આવડતા હોય કે તેની રચના પણ કરી હોય તે પણ તે પંડિતજી મહારાજ યદિ એટલું પણ ન જાણી શકે કે