________________ 492 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગરમી અને વાવાઝોડાની અસર વચ્ચે પણ ઉભા રહેવાનું કારણ એક જ છે કે, તેના મૂળીઆએ જમીનની અંદર દૂર દૂર સુધી પથરાયેલા છે, જે જમીનથી પાણું (ખેરાક) લે છે અને આખા ઝાડને લીલું છમ રાખે છે. તેવી રીતે મનુ વ્યાવતારમાં આવેલ માનવ પણ યદિ વિચાર કરે કે, મેં પણ કેઈક ભવમાં ગરીબેને રોટલા, તરસ્યાને ઠંડા પાણ, ઠંડીથી ધ્રુજતાને વસ્ત્રો, બીમારીમાં સપડાયેલાઓને ઔષધ તથા કામધંધા વિનાના માનવેને પૈસા ટકાની મદદ કરી હશે, જેનાથી ઉપાર્જન થયેલું પુણ્ય આજે મારા ચાલુ અવતારમાં કામે લાગી રહ્યું છે અને હું પરસે ઉતાર્યા વિના પણ લખેલુટ લક્ષ્મીને માલિક બને છું, હેતાળ, પ્રેમાળ અને માયાળુ સ્ત્રી અને પુત્ર પરિવાર મળ્યા છે, તથા નિરોગી શરીર સાંપડયું છે. માટે આવનારા ભવને સુધારવા અને શણગારવા માટે દાન-પુણ્ય દ્વારા હજારો લાખો માનના પેટભરી કૃતાર્થ થવા માટે ઉપર પ્રમાણેના વિચારને અમલમાં મૂકશે, જ્યાં જેની આવશ્યક્તા હશે ત્યાં ધનનું વિતીર્ણ કરશે, જેથી આ ભવ સુધરશે અને પરભવ પણ સુધરશે. અહિંસાને નન્દા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, તેની આરાધના થતાં લાખ કરે છેને અભયદાન મળતાં કેટલાય ને દિલે જાન મિત્ર બનશે, જે ભવભવને આનન્દ્રિત કરવાનું મૂળ કારણ છે. કારણ કે માનસિક જીવનમાં અહિંસાની પ્રતિષ્ઠા કર્યા વિના, બીજા છ સાથેનું બાંધેલુ કે બંધાતું વૈર શમિત થતું નથી, ઈન્દ્રિયે દમિત થતી નથી,