________________ 490 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (22) સ્થિતિ :–મેક્ષની પ્રાપ્તિ સાદિ એટલે આદિવાળી છે. અને ત્યાં અનન્ત કાળ સુધીની સ્થિરતા હોવાથી અનન્ત કહેવાય છે. મતલબ કે સિદ્ધશિલાની પ્રાપ્તિ થયા પછી ત્યાંથી ફરીવાર સંસારમાં આવવાને નિષેધ જૈન શાસનને માન્ય છે. કેમ કે નિરંજન, નિરાકાર, દેવાધિદેવ અરિહંત પરમાત્માઓને ફરીથી અવતારે લેવાના હોતા નથી. (23) પુષ્ટિ-પૂર્વભવના ઉપાર્જિત કરેલા અને સહાયક બનેલા પુણ્યકર્મો આ ભવમાં પૂરેપૂરા ખવાઈ જાય તે પહેલાં જૈન ધર્મની આરાધના દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી લેવું એ જ કલ્યાણકારી માર્ગ છે. કેમ કે પૂર્વભવનું પુણ્ય હોય અને ફરીથી તેમાં વૃદ્ધિ થાય અને આપણે પુણ્યાનુબંધી પુણ્યના માલિક બનવા પામીએ તેવી કમાણીને છેડી બીજી જ્ઞાણ શા કામની ? આ કારણે જ જૈન શાસને પુણ્ય પુષ્ટિને નિષેધ કર્યો નથી. કદાચ કઈ કહે “જૈનધર્મ કર્મોની નિર્જને માટે છે. વાત સાચી હોવા છતાં પણ વિચારવાનું રહેશે કે, જ્યાં સુધી જીવાત્મા પાપકર્મોને ત્યાગ કરવા જેટલી ક્ષમતા મેળવી શકતા નથી તે સમય દરમ્યાન પુણ્ય કર્મોને પણ ત્યાગ કરવાથી આવતા ભવમાં જીવની કઈ દશા થશે? ઉચ્ચ કુળ, જાતિ, શરીરની સુંદરતા, ઈન્દ્રિયન પટુતા તેમ સંઘયણ બળ આદિ પુણ્યાધીન હોવાથી તેને નિષેધ કરે હિતાવહ નથી. સંઘયણ બળ વિને કર્મોને સમૂળ નાશ પણ કઈ રીતે થશે? પુણ્ય કર્મોના અભાવમાં કે તેની વૃદ્ધિ વિનાના જીવનમાં તમે આર્તધ્યાન વિનાના કઈ