________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 491 રીતે બની શકશે? કેમ કે બધાય જી પુણ્યા શ્રાવક જેવા નથી હોતા તે પણ માનવા જેવી હકિકત છે. આ બંધાય કારણેને લઈને પુણ્ય કર્મોની પુષ્ટિ જ પરિણામે સંવરધર્મ માટે કારણભૂત બને છે. બેશક! પાપ, શેતાન માર્ગ કે ખરાબ કાર્યો સ્વીકારીને પુણ્ય કમાવવાનું નથી. સામાન્ય પુણ્યના કાર્યોને સામાન્ય કે મિથ્યા બુદ્ધિવાળો માનવ પણ કરી શકતું હોય તેવા કાર્યો ઉપર આંખ મિંચામણું કરીને ગરીબ, દીન-દુઃખી આપણું શ્રાવક ભાઈઓને માટે અન્નદાન, ઓષધદાન, વસ્ત્રદાન કે મકાન દાન દેવામાં ક્યો બાધ ? શક્તિ વધારે હોય તે જિનમંદિર, ઉપાશ્રય, સાત ક્ષેત્ર ઉપરાંત અહિંસા ધર્મને પ્રચાર કરનાર પંચમહાવ્રતધારી મુનિ, સાધ્વી, તપસ્વી આદિનું વૈયાવચ્ચ કર્મ જે ઉત્કૃષ્ટતમ પુણ્યાનુબંધી કાર્યો છે, તેને નિષેધ જૈન શાસને કર્યો જ નથી. આપણે વ્યાખ્યાનમાં રેજ સાંભળીએ છીએ કે આરસપહાણનું જિન મંદિર બનાવવામાં ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. આ વાત સાચી હોવા છતાં જૈન બાળમુનિને કે સાધ્વીને મહાપંડિત અને વ્યાખ્યાતા બનાવીને અહિંસા ધર્મને પ્રચારક બનાવવામાં ઓછું પુણ્ય બંધાતું હશે ? તે ભ્રમ પણ ઉંડી વેતરણમાં ફસાવવા જેવું હોવાથી જે કાળે-જે ક્ષેત્રે દ્રવ્ય અને ભાવને નિર્ણય કરી યથાશક્તિ કંઈક કરી છૂટવું તે હિતાવહ છે. (24) નંદા -જીવાત્માને ખુશ કરે, આનદ આપે અને સમૃદ્ધ બનાવે તેને નન્દા કહેવાય છે. ખૂબ જ વજનદાર સીમેંટના થાંભલા વિના પણ તેતિંગ ઝાડે વર્ષોથી વરસાદ,