________________ 488 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દિવસે જેવા પડે છે. મૂળ પર લીંબુને રાખનારા તીસમારખાં પણ ગયાં, ડોકટરો, વકીલે, મિનીસ્ટ અને સત્તાધારીઓ પણ રેતાં, રીબાતાં ગયાં, જેમનું નામ ક્યાંય લેવામાં આવતું નથી. જ્યારે બીજા પ્રકારની લક્ષ્મીના મૂળમાં મેક્ષાભિલાષી, ધર્મી, પુરૂષાર્થ કામ કરતો હોવાથી તે આત્માને શણગારશે. જેથી પિતાની અનંત શક્તિઓ તરફ આત્મા આગળ વધશે તથા પિતાની ભાષાથી, વ્યવહારથી, રહેણી-કરણીથી સંસારને અમૃતફળ આપ્યા પછી હમેશને માટે સ્તુત્ય, વંદનીય, શ્રદ્ધેય અને પૂજનીય બનીને અમરપદ પ્રાપ્ત કરશે. આવી સ્થિતિ અહિંસાધર્મની નિરતિચાર આરાધના દ્વારા જ પ્રાપ્ત થાય છે. શરીર જડ છે, આત્મા ચૈતન્ય છે. જડના સ્વભાવે, કાર્યો અને ફળે પણ જડ હોય છે. ત્યારે ચૈતન્ય તેનાથી વિપરીત હોય છે. શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત છે. શરીરને જાતિ-સમાજ અને રૂપ રંગ તથા નામ છે. આત્માને જાતિ નથી, સમાજ નથી, રૂપ-રંગ કે નામ નથી. તેમ છતાં અનાદિકાળથી જડ કર્મોની માયાપાશમાં ફસાયેલા હવાથી જેલર જેમ ચોરને પિતાની ઈચ્છા પ્રમાણે ભમાવે છે, મારે છે, જુદા જુદા સ્થળે રહેઠાણ આપે છે, તેમ કર્મ, રાજા પણ આત્માને ભમાવે છે, મારે છે અને જુદી જુદી ગતિઓમાં પટકીને રીબાવે છે. આવી સ્થિતિમાં મનુષ્યભવ પ્રાપ્ત વ્યક્તિઓને જ નિર્ણ કરવાને છે કે, બાહા લક્ષ્મીની આરાધના કરવાથી કેવળ માં રે બાહ્ય વ્યવહાર સચવાશે, જે