________________ 486 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સર્વત્ર વૈર-વિરોધની ભાવનાને ભડકાવવામાં, બીજા પક્ષને અપમાનિત કરવામાં, કામે લાગશે. પરિણામે સ્વ અને પારને માટે તે માનવ, માનવ તરીકે રહેતું નથી. માટે કહેવાયું છે કે, ચાહે તે 72 કળાઓને જાણ હોય, પણ “ધર્મ કળાથી સર્વથા અનભિજ્ઞ માણસ શાસ્ત્રોને જ્ઞાતા હશે પંડિત હશે તે પણ અપંડિત છે.” અહિં ધર્મ એટલે અહિંસા ધર્મ લેવાનું છે. કેમ કે અહિંસક માણસ જ બીજાના દુઃખને જાણશે તથા યથાશક્ય તેને દુઃખનું નિવારણ કરવામાં પિતાની બુદ્ધિને ઉપગ કરશે. પોતાને માનસિક જીવનમાં રાગ દ્વેષને પણ સ્થાન ન આપવું તે અહિંસા છે. આવું જીવન સ્વાથી માનવના ભાગ્યમાં હેતું નથી. કેમ કે તેને વિતંડાવાદમાં રસ છે. તેથી રાગ-દ્વેષને કર્યા વિના, વધાર્યા વિના અને તેમાં ઓતપ્રેત થયા વિના બીજે ક્યાંય તેને આનન્દ આવતું નથી. માટે જ તેમની બુદ્ધિમાં સરળતા હોતી નથી. જ્યારે અહિંસક માણસની બુદ્ધિમાં મારક તત્વ હેતું નથી. (18) કૃતિ -અહિંસામય જીવન બન્યા વિના ચિત્તનું ચાંચલ્ય મટતું નથી. માટે જ તેવા જવેમાં વૈર્યને અભાવ હોવાથી વીરતા, આત્મિક બહાદુરી એટલે બીજાના અપરાધને માફ કરવાની શક્તિ વિશેષ તેમનામાં હોતી નથી. કેમ કે આત્મિક ગુણે પગલિક પદાર્થોથી ઉત્પન્ન નથી થતાં પણ સંવરધર્મની આરાધના જેમ જેમ વધે છે, તેમ તેમ એક પછી એક તે ગુણે આવતા જાય છે, વિકસિત થતા જાય છે. પરિણામે જીવન અહિંસક દિશામાં આગળ વધતું જાય છે.