________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 485 તે ઉપદેશ કરનારા ગુરૂ હોય. ઉપર પ્રમાણે પ્રત્યેક ભવમાં, પ્રત્યેક જીવાત્માએ ધર્મદેવ તથા ગુરૂને સ્વીકારેલા અને આચરેલા હોવા છતાં પણ હજી સુધી જીવેનું પરિભ્રમણ મટયું નથી. વૈર-વિરોધ–કષાયેની માત્રા ઓછી થઈ નથી. આમ થવાનું કારણ તપાસીએ તે ચક્કસ જણાઈ આવશે કે અહિંસા શબ્દની આડમાં પાપ, પ્રપંચ, વ્યભિચાર આદિ દુષ્કૃત્યનું જ સેવન થયું છે. પરંતુ શુદ્ધભાવે પાપ દ્વારને બંધ કરાવનારી અહિંસાની પ્રાપ્તિ થઈ નથી. તે વિના વિષય કષાયો શાન્ત પડ્યા નથી. માટે આત્માના પ્રદેશે પર પાપના પોટલાઓની સંખ્યા વધતી ગઈ, આત્મા વજનદાર બનતે ગયે, પરિણામે આત્મદર્શન, સમ્યક્ત્વ, સમ્યગદર્શનની પ્રાપ્તિથી હજારો માઈલ દૂર રહ્યો. આવી સ્થિતિમાં જે જીવ પિતાના સ્વરૂપને જ ઓળખી શકતું નથી તે પુણ્ય અને પાપના મૂળીયા શી રીતે ઓળખશે? માટે જ સૂત્રકારે કહ્યું કે, જીવનમાં આચરણ કરાતી નિરર્થક-સાવ નિરર્થક જીવહિંસાને સદંતર બંધ કર્યા વિના અને સાર્થક એટલે સર્વથા અનિવાર્ય હિંસાને પણ મર્યાદિત-સંયમિત કર્યા વિના ધાર્મિકતા પ્રાપ્ત થતી નથી, તેથી આત્માને મૂળ ધર્મ અહિંસા છે. તેને જીવનમાં ઉતાર્યા પછી જ બેધી એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ બનશે. (17) બુદ્ધિ વાદ-વિવાદ તર્ક વિતર્કથી બીજા જીવોને પરાસ્ત કરવા માટે વપરાતી બુદ્ધિમાં વિતડાવાદને પ્રવેશ થતાં માનવની શક્તિઓ સામેવાળાને દુઃખી બનાવવામાં