________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 483 (14) સમ્યક્ત્વારાધના –સમ્યક્ત્વની શુદ્ધ આરાધનાના મૂળમાં અહિંસાધર્મ રહેલો હોય છે. તે આ પ્રમાણેઃ યથા પ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્ત કારણે વડે સભ્યદર્શનની પ્રાપ્તિ જીવાત્માને થાય છે. તે સમયે આત્મામાં અભૂતપૂર્વ પ્રકાશ આવતાં જ તેની પાસે જે કંઈ જ્ઞાન હતું તે સમ્યજ્ઞાનમાં પરિણુત થઈ જાય છે અને જ્ઞાનનું ફળ ચારિત્ર છે, જેની આરાધના અહિંસા વિના શક્ય નથી. આરાધના માટે સ્વીકારેલે અહિંસાધર્મ યદિ અતિચારેની મર્યાદાઓને ન ઉલ્લઘે તે સૂકા વસ્ત્ર પર લાગેલી ધૂળની જેમ તેનું શુદ્ધિકરણ સુલભ બને છે. અન્યથા અતિચારેનું “મિચ્છામિ દુક્કડમ ' ન દેવાયું તે ઢગલાબંધ લાગેલા અતિચારો કદાચ અનાચારમાં પ્રવેશ કરી શકે છે અને ભૂલેચૂકે એક વાર આ જીવ પ્રમાદાદિના કારણે અનાચારમાં ગયે તે તેની પણ માયા બંધાશે. જે કદાચ અનંતાનુબંધી કષાયેનું પણ કારણ બનતાં પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન વિદાય લેતા વાર કરશે નહિ. માટે જેટલી મર્યાદામાં વ્રત લીધા હોય તેને પ્રમાદ વિના શ્રદ્ધાપૂર્વક પાળવા, જેથી સમ્યધીને આંચકો લાગશે નહિ, માટે અહિંસા જ સમ્યક્ત્વની આરાધના છે. શ્રાવક-શ્રાવિકાઓને પણ પ્રતિક્રમણ કરવાનું ફરજીયાત વિધાન એટલા માટે જ છે કે, જેથી પ્રમાદ વશ લાગેલા અતિચારોની માફી માગી લેવાની શક્યતા રહે. (15) મહતી - જૈન ધર્મની આરાધના માટે કરાતાં સિદ્ધચક્રાદિ મહાપૂજન, શાંતિસ્નાત્રે, સામાયિક, પૌષધે,