________________ 482 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કબૂતરની અહિંસા કરતાં વિમુકિત એટલે " બાળ સ વરનેપો થયા ના વિવિત:”થી ઉત્પન્ન થનારી અહિંસા ઘણા પ્રકારે ઉંચી છે. ' (13) ક્ષાન્તિ:--જૈન શાસનમાં દયાના આઠ ભેદ કહ્યાં છે. તેમાંથી દ્રવ્ય અને ભાવદયાની વાત કરીએ તે બીજા જના હિતને વિચાર કરવો તે દ્રવ્યદયા છે. જ્યારે પિતાના આત્માને અધઃપતનમાંથી બચાવ તથા પ્રતિસમય આત્માને વિકાસ થાય તેવા વિચારે કરવા તે ભાવદયાને આભારી છે. પહેલી દયાના માલિકે ઘણું મળી આવશે, જ્યારે બંને પ્રકારની દ્રવ્ય તથા ભાવદયાની આરાધના કરનારાઓ આંગળીના ટેરવે ગણાય તેટલા જ ભાગ્યશાળીઓ મળશે દ્રવ્યદયાને ભાવદયા સાથે સંબંધ હોય છે કે નથી પણ હેતે, જ્યારે ભાવદયાના માલિકને દ્રવ્યદયા નકારી શકાતી નથી. અનાદિ કાળથી મારો આત્મા અનંત ભામાં દુખેની પરંપરા ભેગવી રહ્યો છે તે તેમાંથી મારો છુટકારો કેવી રીતે થાય? કોધ કષાય અને વિષયવાસનાના ભાવે મારાથી કેવી રીતે વિદાય લે? આવા પ્રકારની અહિંસાના મૂળમાં ક્ષતિ-ક્ષમાની હાજરી પણ આવશ્યક મનાય છે કેમકે ક્ષત્તિને અર્થ જ આત્મદમન થાય છે. માટે શાસ્ત્રકારોએ કહ્યું કે, ક્ષાન્તિક્ષમા-તિતિક્ષાધર્મ બધીય દયાનું મૂળ શ્રોત હેવાથી આત્માનું શમન, ઇન્દ્રિયનું દમન, મનનું મારણ, કષાયભાવેના વેગનું હનન સુલભ રહેશે. સવારે તાવો” આ મૂળ મંત્ર જૈન શાસનનું છે.