________________ શ્રી પ્રશ્રખ્યાકરણ સૂત્ર છે 479 (9) મૃતાંગ ઉત્તમ સ્વાધ્યાય, સંતસમાગમ, મુનિરાજેને સહવાસ અને વ્યાખ્યાન શ્રવણથી સમજ્ઞાન (શ્રુત) મેળવેલ ભાગ્યશાળી જરૂર વિચારશે કે, જે મુનિ ભગવંતને હું ત્રિકાળ વન્દના કરું છું, તેઓશ્રી જે કંઈ કહેતા હશે તે મારા માટે યથાર્ય છે. તેથી તેને સ્વીકાર કરવો, એ જ મારો ધર્મ છે. આ રીતે અહિંસાધર્મની આરાધનામાં શ્રુતજ્ઞાન–શાસ્ત્રી જ્ઞાન જ અંગ એટલે કારણ છે. તેથી કૃતાંગ પણ અહિંસા ભગવતીને પર્યાય બને છે, જે સત્યાર્થ છે. (10) તૃતિ -અહિંસાને પર્યાયવાચક તૃમિ શબ્દ કહેવાને આશય એટલે જ છે, કે સંસારના વિષચક્રમાં મેહ-માયા અને સ્વાર્થના કારણે આપણી ફઈબા કે માવડી પણ આપણાથી તૃપ્તિ મેળવે, તેટલે સાવ ટૂકે અર્થ લેવાને કે તેની ખુશી મનાવવાની ઉતાવળ કરવા કરતાં, સંસારમાં પરિભ્રમણ કરતાં સર્વથા અશરણ, અનાથ, અને નિઃસહાય એકેન્દ્રિયાદી જીવસૃષ્ટિ તથા પંચેન્દ્રિય માનવસૃષ્ટિમાં રહેલા અને આપણું પ્રત્યે અહિતભાવ રાખનારા માનવે પણ આપણને જોઈને અર્થાત્ આપણા હાથમાં રહેલા શસાદિને જોઈને પણ ધ્રુજે નહિ, ડરે નહિ અને ભયમુકત બની જાય, તેવા પ્રકારને અહિંસાસંવરધર્મ જ્યારે પ્રાપ્ત થશે અથવા તે છે આપણું ભાવદયાળુ, ક્ષમાપ્રધાન, સમતામય જીવન જોઈને પુર્ણ તૃપ્ત થશે તેને તૃપ્તિ કહેવાય છે. મતલબ કે છે અહિંસક માણસ જ તૃપ્તિ મેળવી શકે છે અને બીજાઓને - પણ તૃપ્તિનું દાન આપી શકે છે. . .