________________ 478 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ધર્મોના પ્રત્યેક માનવ સાથે મૈત્રીભાવ, પ્રમેદભાવ, કારુણ્યભાવ અને ઉપેક્ષાભાવ વર્તતો હોય છે. આ કારણે જ જૈન શાસને ફરમાવ્યું છે કે અન્તરામાને તેવા પ્રકારને આનન્દ મેળવવા માટે જેની અહિંસાની બાળપથી ભણવાની રહેશે. (8) વિરતિ –વિપરીત અર્થમાં વિઉપસર્ગ પૂર્વક રમણ કરવાના અર્થમાં “રમ” ધાતુથી વિરતિ શબ્દ બન્ય છે. અનાદિકાળથી મેહ અને મિથ્યાત્વના સંસ્કારેને લઈ જીવમાત્ર હિંસાદિ પાપમાં રમણ કરી રહ્યો છે. તેમાં જ તેને કાગળને ફૂલ જે બનાવટી આનન્દ મળી રહ્યો છે. પરિણામે સંસારની યાત્રાને ટૂંકાવી શક્યો નથી અને દુઃખના ડુંગરાઓથી બચી શકવા સમર્થ પણ બન્યું નથી. તેમ છતાં દરેક ભવ એક સમાન અને એક જ વિચારના મળતા નથી. માટે કઈક ભવમાં આ જીવને વિચાર ઉદ્ભવશે કે “સુખના સાધને ઘણું ભેગા કર્યા પણ સુખને મેળવી શક્યો નથી અને દુઃખ ઘટયું નથી.” સાથે સાથે બુદ્ધિ અને સદ્વિવેકનું મિશ્રણ કદાચ થઈ જાય તે જરૂર તેની સમજમાં આવશે કે મારા પિતાના પાપને લઈને જ હું દુખી છું, મારા અપરાધે, ભૂલે જ મને માર ખવરાવી રહ્યાં છે, તો જીવનમાં પડેલા કે વધારેલા પાંચે પાપના સંસ્કારને જ છોડી દઉં તે?” આવી વિચારધારાને જ જૈન શાસને વિરતિ કહી છે. એટલે કે પાપના દ્વાર બંધ કરવા તે વિરતિ છે. પાંચે પાપમાંથી સૌથી મોટું પાપ હિંસા છે. તેથી તેને ત્યાગ માટે કમર બાંધીને તે તૈયાર થશે. આ કારણે જ અહિંસાના પર્યામાં વિરતિ સાર્થક છે.