________________ શ્રી પ્રમથ્યાકરણ સૂત્ર # 477 જેવું રાખવું હોય તો સૌથી પ્રથમ અહિંસક બનવા માટે જ પ્રયત્ન કરજે. કેમકે તેઓ કેઈની હત્યામાં ભાગ લેતા નથી, જૂઠ બેલતા નથી, ચેરી કરતા નથી, પરસ્ત્રીને ફોસલાવતા નથી, ગપ્પીબાજ બનતા નથી અને કેઈન દ્રોહમાં ઉભા રહેતા નથી. માટે જ તેમના જીવનમાં કાન્તિ-પ્રસન્નતા સ્પષ્ટ દેખાશે. (7) રતિ –રતિ એટલે આનંદ, મન-વચન-કાયા અને કુટુમ્બમાં સુખ-સમૃદ્ધિપૂર્વક આનંદની પ્રાપ્તિ થાય તે માટે પ્રત્યેક ધર્મ પ્રત્યેક ઈન્સાન પરમાત્માને પ્રાર્થના કરતે જ હોય છે પરંતુ તે કેને કેને ફળીભૂત થઈ તેના આંકડા નકારાત્મક જવાબ આપે છે. આવી સ્થિતિમાં સમજવું જોઈએ કે ઈશ્વર અને અહિંસાધર્મ બંને જૂદા જૂદા તો છે. અહિંસામય માનવ જ્યારે ઈશ્વરને ભજતે-સ્તવતે કે પૂજતે હોય ત્યારે તેના ચહેરામાં, મનમાં અને આત્મામાં સાત્વિક આનન્દની લહેર ઉપસી આવ્યા વિના રહેતી નથી. જ્યારે હિંસક માણસના જીવનમાં તામસિક, બનાવટી અને બીજાઓને દેખાડવા પૂરતો જ આનન્દ આવે છે, જેના કારણે માનવ પોતે જ પોતાની માનવતાની કુર મશ્કરી કરનારો બની જાય છે. ઈશ્વર પૂર્ણ અહિંસક હોવાથી તેમના ભક્તોને પણ અહિંસક બન્યા વિના બીજો માર્ગ નથી. તે વિના તેમની ભક્તિ ફળદાયિની શી રીતે બનશે ? તામસિક આનન્દના અન્તસ્તલમાં મારકત્વ, ઘાતકત્વ, હિંસકત્વ, તાડકવ, નિન્દક આદિ મેહરાજાના સુભટોનું રાજ્ય નકારી શકાતું નથી. જ્યારે સાત્વિક આનન્દમાં સંસારની પ્રત્યેક જાતિનાં અને