________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 475 આરાધના અનિવાર્ય છે. માટે સમાધિને અહિંસાને પર્યાય કહેવામાં આવ્યું છે. એટલે કે અહિંસક માણસ જ સમાધિ સમ્પન્ન હોય છે. પરમદયાળુ પરમાત્મા પાસે “સમrat વોડ્રામ ર” સમાધિની યાચના ઔપચારિક છે. જ્યારે તાત્વિક દષ્ટિએ અહિંસક બન્યા વિના સમાધિ પ્રાપ્ત થતી નથી. (4) શાન્તિ -સાક્ષર કે નિરક્ષર, ગૃહસ્થ કે મુનિ, સ્ત્રી કે પુરૂષ સૌ કોઈ શાન્તિ મેળવવાને માટે જ પ્રયત્ન કરતાં હોય છે. પરંતુ આપણે અનુભવ કહે છે કે કરેડાધિપતિ કે અબાધિપતિઓએ તથા સત્તાધારીઓએ પણ શાતિ મેળવી નથી, પણ એક બીજાની સાથે દુશ્મનીના દાવપેચ રમતાં બેડાલ મર્યા છે. યુવાવસ્થાના મદા પણ ભેગવિલાસના કીડા બનીને રીબાતા મર્યા છે. પંડિતાઈના વિદ્યાધે કેની રચના કરતાં અને ધર્મવાદની ઉંધી વેતરણમાં સંસારને રાગ-દ્વેષની બક્ષીસ આપી માનવતાને દ્રોહ કરતાં યમરાજના અતિથિ બન્યા છે. ઉપર પ્રમાણેની ભૌતિકવાદની સેવનાઉપાસનામાં આજ સુધી કેઈએ પણ શાન્તિ મેળવી નથી. એરકન્ડીશનમાં બેસીને તથા આઈસક્રીમ, કેડ્રીંક વેટર તથા મગજને તુષ્ટપુષ્ટ રાખવા બદામ, પિસ્તા, અંજીર, કાજુ તથા મિષ્ટાન્નોને ખાનારાઓ પણ પિતાના મસ્તિષ્કમાં શક્તિ મેળવી. શક્યા નથી. આવી પરિસ્થિતિમાં જૈન શાસન કહે છે, ભૌતિકવાદ, પદુગલિકવાદ સ્વયં વિજળીના ચમકારાની જેમ અશાશ્વત હોવાથી તેના સેવનમાંથી ચિરશાન્તિ શી રીતે મેળવી શકાશે? માટે અહિંસાની સાધના જ મન-વચન અને કાયામાં શાન્તિનું