________________ 474 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ટકાવવું, ટકાવ્યું હોય તે પ્રતિ સમયે તેને વધારવું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, આવું સ્વાચ્ય પ્રાપ્ત શાથી થશે ? જવાબમાં જણાવવાનું કે અત્યાર સુધી આપણો આત્મા અસ્વસ્થ હતે. એટલે કે બાહાત્મા બનીને પૌગલિક પદા ર્થોમાં અર્થાત્ કર્મોથી ઉપાર્જિત કરેલી માયામાં સ્થિર થયેલા રહેવાથી પિતાનું સ્વાથ્ય મેળવી શકવા સમર્થ બની શકો નથી, પરંતુ જ્યારે અહિંસાની આરાધના કરતાં કરતાં અત. રાત્મા બને છે ત્યારે તેનું લક્ષ્ય પરમાત્મા બનવા પ્રત્યે હોવાથી ધીમે ધીમે સ્વસ્થતા વધતાં એક દિવસ એ પણ આવી જશે ત્યારે અહિંસાની પૂર્ણ આરાધના કરવા માટે સમર્થ બનેલે આત્મા પિતાનું સ્વાથ્ય પૂર્ણ રૂપે પ્રાપ્ત કરશે. (3) સમાધિ -આનો અર્થ ટીકાકારે સમતા કર્યો છે. વૈકારિક, વૈભાવિક, ઔદયિક અને તામસિક જીવ પ્રત્યે જ્યારે પણ આપણું આત્મામાં સમતાભાવ આવે તે સમજવું કે આધ્યાત્મિક શ્રેણિમાં આપણે આગળ વધી રહ્યાં છીએ. આવા ભાવને ઉત્પન્ન કરવા માટે જૈન શાસને ચાર ભાવનામાં ઉપેક્ષાભાવને સમાવેશ એટલા માટે જ કર્યો છે કે પિતાના મિત્રે, પુત્ર, પત્નીઓ પ્રત્યે જે સમતા સધાય છે તેમાં વૈરાગ્યની નહિ પણ મેહની માયા કામ કરી રહી હોય છે. જ્યારે શત્રુઓ, ગાળો ભાંડનારા, કામીઓ અને ક્રોધીઓ પ્રત્યે સમતાભાવ કેળવવામાં નામ-સ્થાપના અને દ્રવ્ય અધ્યાત્મ કામે નથી આવતું, પણ ભાવઅધ્યાત્મની જ આવશ્યકતા રહેલી છે. આવી પરિસ્થિતિને પ્રાપ્ત કરવામાં અહિંસાની