________________ શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર * 473 (1) નિર્વાણ -નિર્વાણ એટલે મોક્ષ-મુક્તિ, અત્યાર સુધી કારાવાસ(જેલ)માં રહેલે માણસ પિતાની અવધિ પૂર્ણ થયા પછી જ્યારે ત્યાંથી છૂટે છે ત્યારે આપણે કહીએ છીએ કે જેલમાંથી તેની મુક્તિ થઈ” આજ પ્રમાણે અનાદિકાળથી કર્મરાજાની બેડીમાં જકડાયેલા જીવાત્માઓ સંસારરૂપી જેલમાં ફસાઈ રહ્યાં છે. તેનાથી મુક્ત થવાને માટે પ્રયત્ન કરે છે, પરંતુ સમગજ્ઞાનના અભાવમાં તેના બધાય પ્રયત્ન કારગત નીવડતા નથી. પરંતુ પ્રત્યેક ભવમાં અથડાતે જીવ જ્યારે સમ્યગદર્શનના પ્રકાશમાં પિતાના આત્માને બરાબર ઓળખી લે છે, ત્યાર પછી સમ્યગ જ્ઞાનના પ્રકાશમાં જે જે પ્રયત્ન કરશે તે બધાય મુક્તિનું કારણ બનવા પામશે. બધાય પ્રયત્નોમાં અહિંસાની આરાધના જ સફળ–સરળ અને નિજ પ્રયત્ન હોવાથી જે કઈ ભાગ્યશાળી પિતાની શક્તિ અને પરિસ્થિતિ પ્રમાણે જેટલા અંશમાં અહિંસાધર્મને ઓળખશે, આરાધશે તેમ તેમ મુક્તિની મંઝિલ તરફ તેની આગેકૂચ વધતી જશે અને એક દિવસ મુક્તિવાસી બનીને “નમે સિદ્ધાણં' પદને ભક્તા બનશે માટે નિર્વાણ પામવાનું મૌલિક કારણ અહિંસાધર્મની આરાધના છે. (2) નિવૃતિ-નિવૃતિ એટલે સ્વાધ્ય. સ્વજન-શાન તિષ્ઠતીતિ થતથ માવ સાદg”...” અહિ “સ્વ” ને અર્થ શરીર નહિ પણ આત્મા છે. તેમાં રમણ કરવું તે રવસ્થ છે. તેને ભાવઅર્થમાં પ્રત્યક્ષ લગાડવાથી સ્વાચ્ય શબ્દ બને છે. સારાંશ કે આત્મામાં ધૈર્ય પ્રાપ્ત કરવું, કર્યું હોય તે