________________ 476 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સર્જન કરશે. પરદ્રોહી આત્મા ભયગ્રસ્ત હોય છે, શાન્ત હેતું નથી. "o gāરતો મા” હિંસકજીવન પરદ્રોહી બન્યા વિના રહેતું નથી. માટે અહિંસા ભગવતીની ઉપાસના જ શ્રેયસ્કર છે. (5) કીર્તિ-મુનિરાજેની તથા સાધ્વીજી મહારાજની સેવામાં એક પૈસો પણ ન ખર્ચનારા કેટલાક ભાગ્યશાળીઓ ફેગટની કીતિ મેળવવાને માટે મુંબઈ સમાચાર આદિમાં ફેટાઓ છપાવવાને માટે હજારો રૂપીઆઓના ચેક ફાડી નાખનારા હોય છે, તે પણ તેઓ વસ્તુપાળ, તેજપાળ, અનુપમાદેવી, જગડૂશાહ, ભામાશાહની માફક ચિરસ્થાયિની કીતિ મેળવી શક્યા નથી, પરંતુ લાખે માણસની મજાકનું કારણ બને છે. જ્યારે અહિંસાની આરાધના કરનારાઓ ભાવદયાળુ બનેલા હેવાથી ગુપ્તદાન વડે પિતાના સ્વામીભાઈ, જાતભાઈ આદિને સદ્ધર કરે છે, ત્યારે તેમની કીર્તિ પિતાની મેળે દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગઈ હોય છે અને ગામડાંની બહેનો પણ પિતાના રાસડાઓમાં તેમની કીર્તિની ગાથાઓ ગાતી હોય છે. (6) કાન્તિઃ -હિંસક, જૂઠા, ચેર, બદમાશ માણસ ક્યારેય પ્રસન્નતાને અનુભવ કરી શકતા નથી. હાસ્યશીલતા (Laughing Life) તેમના ભાગ્યમાંથી રીસામણું કરીને ભાગી જાય છે અને દિનશીલતા (Crying Life) મરણ પથારી સુધી પણ સાથીદાર બને છે. માટે જ જૈન સૂત્રકારોએ કહ્યું કે, જીવનમાં પ્રસન્નતા મેળવવી હોય, જીવન ભર્યા ભાદરવા