________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 467 આરાધના દ્વારા તે પાપમાર્ગો પર સંયમની મર્યાદા આવતાં જ તે પાપિ પિતાની મેળે બંધ થયા વિના રહેશે નહિ. માટે સંયમથી નવા પાપ રોકાય છે અને “તારા નિર્જરા " આ સૂત્રથી કર્મરૂપી કાષ્ઠોને બાળી નાખવાનું કામ તપ કરશે. માટે જ અહિંસાધર્મને તપ તથા સંયમનું મૌલિક કારણ માનવામાં આવ્યું છે. (6) શીકાળવરવાડું.... શીલને અર્થ સ્વભાવ થાય છે. આત્માને સ્વભાવ કયો? કધ-વૈર-વિરોધ, હિંસા-જુઠ આદિ આત્માનાં સ્વાભાવિક ગુણ નથી, પરંતુ વૈભાવિક એટલે કૃષ્ણાદિક લેગ્યાના માધ્યમથી પરિશ્રમપૂર્વક આમંત્રિત પર્યાયે (ગુણ) છે. જ્યારે ચિત્તની સમાધિ-વિનય વિવેક આદિ ગુણે સ્વાભાવિક, સાહજિક એટલા માટે છે કે, તેની પ્રાપ્તિ માટે આત્માને કંઈ પણ પરિશ્રમ કરવું પડતું નથી. “વર્ષે નિધન : ઘરે ઘર માવ:” ગીતા વચનનું તાત્પર્ય એટલું જ છે કે, અહિંસા-સંયમ–અને તપધર્મરૂપ સ્વધર્મ એટલે આત્માના સાહજિક ગુણેમાં મરવું પણ સારું છે. પણ જીભની લાલસાએ પર જીની હત્યાથી જ પ્રાપ્ત થતા માંસનું ભેજન, શરાબ. પાન, પરસ્ત્રીગમન વગેરે પરધર્મ હોવાથી તેમાં મરવું તે આત્માને માટે ભયંકર છે. આ કારણે જ દેવાધિદેવ-મહાવીર સ્વામી પ્રભુએ કહ્યું કે, અહિંસાધર્મની આરાધનામાં જ જીવાત્માને સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે.