________________ 466 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3) लोग हिय सव्वयाइ અહિંસા નામને સંવરધમ ત્રસ અને સ્થાવર યેનમાં રહેલા જેનું હિત કરાવનાર સદુવ્રત છે. માટે મહાવ્રતધારી મુનિરાજે અને સાધ્વીજી મ. પિતાના સંવર ધર્મ વડે જીવ માત્રનું રક્ષણ કરનારા છે. (4) सुयसागरदे सिया અહિંસાધર્મને શ્રુતસાગર દેશિત ( અરિહંત પ્રરૂપિત જૈનાગમ દેશિત) કહેવાને આશય એટલે જ છે, કે સાધક જેમ જેમ આ ધર્મની આરાધના કરશે, તેમ તેમ ગભીરતાદિ ગુણોને વિકાસ કરતાં આત્મધર્મમાં રમણ કરનાર બનવા પામે છે. કેમકે હિંસાદિ દેષની વિદ્યમાનતામાં ગંભીરતા, દક્ષતા, વિનય, વિવેક, મૃતા, કુશળતા, દયાળુતા આદિ ગુણે કેવળ સ્વાર્થ પૂરતા જ હોય છે, અને સ્વાથી જીવન હિંસક છે. (1) તવાંગમમgવાયા અહિંસાની આરાધના દ્વારા બાહ્ય અને આભ્યન્તર તપ તથા 17 પ્રકારના સંયમની આરાધના કરવા રૂપ મહાવ્રતની સાધનામાં આત્માને અભૂતપૂર્વ આનન્દ આવશે. આમ કરતાં સંયમથી નવા પાપના દ્વાર બંધ થશે અને ત૫ જૂના પાપનું નિકંદન કરાવી આત્માને નિર્જરાના માર્ગે મૂકશે. પાંચ આશ્ર, પાંચ ઇન્દ્રિયે, ચાર કષા અને ત્રણ દંડ, આ 17 પ્રકારે નવા પાપોનું ઉપાર્જન થાય છે. માટે મહાવ્રતની