________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર = 465 સૌ જીવોની રક્ષા કરવાની ભાવનાને દયા કહેવાય છે અને ગમે તેવા સંજોગોમાં પણ પિતાના હાથથી–પગથી, બલવાચાલવાથી, ખાવા-પીવાથી, સૂવા-ઉઠવાથી કે બેસવા-ઉભા રહેવાથી એ કેય જીવની હત્યા ન કરવી તેને અહિંસા કહેવાય છે. આ કારણે જ ત્રસ અને સ્થાવર નું હિત કરનારી અહિંસા છે. તળાવ-કુવા કે નળના પાણીથી સ્નાન કરનાર પાણીના અને ઘાતક છે. પુષ્પમાળા પહેરનાર વનસ્પતિ જીવને મારક છે. મેટમાં બેસીને ફરનારા વાયુકાય અને ત્રસ જીના નાશક છે. હાથે રાઈ પાણી કરીને માલ-મસાલા ખાનારા પૃથ્વી, પાણી–અગ્નિ-વાયુ વનસ્પતિ અને ત્રસ જીવેને શત્રુ છે. માટે જ સર્વાગીણ અહિંસાધર્મની આરાધના મહાવ્રતધારીએ વિના અશક્ય છે. (2) મહુવા શ્રાવકધર્મના અણુવ્રતની અપેક્ષાથી જે મોટા વતે છે, તેને મહાવ્રત કહેવાય છે. જેમાં હિંસાદિ પાંચે પાપને મન-વચન અને કાયાથી, કરણ કરાવણ અને અનુમોદનથી પણ ત્યાગ કરવાને રહે છે. માટે અહિંસાધર્મની આરાધના મહાવ્રત સ્વરૂપ છે, અથવા મહાવતેની માતા અહિંસા છે. માવડી વિના પુત્રની પ્રાપ્તિ સર્વથા અશક્ય છે, તેમ અહિંસામાતાની આરાધના વિના મહાવતની રક્ષા, વૃદ્ધિ સર્વથા અશક્ય છે.