________________ 470 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિર્મળ હોય છે. માટે જીવમાત્રની ગતિએ, આ ગતિએ તેમના કર્મોને યથાર્થરૂપે જાણી શકે છે. તેથી અત્યાર સુધીના ભૂતકાળમાં જેટલા જિનેશ્વરો થયા છે અને ભાવિકાળમાં થશે તે બધાય સંવરધર્મને જ ઉપદેશ આપે છે, આપે છે અને આપશે. કેમ કે તે વિના કોઈપણ જીવ સંસારની યાત્રાને ટૂંકાવી શક્ત નથી. માટે તે ધર્મ સર્વથા, સર્વદા ગ્રાહ્ય છે. એક જ ચિનગારી જેમ હજારો મણ કાષ્ટોને ભસ્મીભૂત કરી શકે છે, તેમ અહિંસા નામને સંવરધમ હજારો ભવેના કર્મોને વિનાશ કરે છે, ભવોની પરમ્પરાને નાબૂદ કરે છે, સેંકડોહજારે પ્રકારના દુઃખને નાશ કરે છે અને તેટલા પ્રમાણમાં વધારે સુખ-શાંતિ અને સ્વસ્થતા આપે છે. મન-વચન અને કાયાના કાયર માણસે, જેમના દિલ અને દિમાગ મિથ્યાજ્ઞાનથી પૂર્ણ છે, મડદાલ મનના છે, સંસારની મેહમાયાના નશામાં બેભાન બનેલા છે, પૂર્વગ્રહના કારણે સમ્ય વિચારણા જેમની સમાપ્ત થઈ ગઈ છે અથવા કુગુરૂઓના સહવાસથી હિંસા-જૂઠ આદિના પાપોમાં ગળાડુબ થયેલા છે તેવા મૂર્દાદિલ માનવે અહિંસાધર્મની વ્યાખ્યા પણ સમજી શકતા નથી. તે તેને આચરણમાં લાવવાની વાત જ ક્યાં રહી ? તેનાથી વિપરીત આત્માઓ, જે સદવિચાર અને સદ્બુદ્ધિમાં રમતા હોય તેવા જીન્દાદિલવાળા જ અહિંસાની આરાધના કરી શકે છે. મેક્ષને દેનાર અહિંસા છે. છેવટે સ્વર્ગ પણ આપે છે. આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીએ અહિંસાદિને સંવર કહ્યાં છે.