________________ દ્વિતીય શ્રુત સ્કંધ પ્રથમ સંવર દ્વાર - શ્રી શ્રુતદેવીને નમસ્કાર તથા પૂજ્ય ગુરૂદેવેનું સ્મરણ કરી પ્રશ્ન વ્યાકરણના બીજા ભૃત સ્કંધનું વિવરણ લખવાને પ્રયાસ કરીશ. દ્વાદશાંગીમાં દસમાં અંગ શ્રી પ્રશ્નવ્યાકરણ (વાર) ના પાંચે અધ્યાયમાં કમશઃ પાચે આશ્રનું વિશદ વર્ણન કર્યા પછી ક્રમ પ્રાપ્ત બીજા શ્રુત સ્કંધના પાંચે અધ્યાયમાં સંવરધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. સુધર્માસ્વામીએ કહ્યું હે જણૂ! સમવસરણમાં બિરાજમાન થઈને પરમાત્મા મહાવીરસ્વામી પાસેથી વ્યવધાન વિના સાંભગેલું સંવરતત્વ હું તને કહીશ, જે જીવ માત્રને દુઃખમુક્ત કરાવવામાં પૂર્ણ સમર્થ છે. કેવળજ્ઞાન મેળવવાની ઈચ્છાવાળા પ્રત્યેક ભાગ્યશાળીને સંવરતત્વની આરાધના સર્વથા અનિવાર્ય છે, તે વિના આશ્રવને નિરોધ બની શકતો નથી. પાપના દ્વાર ઉઘાડા રાખવા તે આશ્રવ છે અને બંધ કરવા તે સંવર છે. આત્મા અને પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીને આ બંને તત્વની તલસ્પર્શી વ્યાખ્યાઓને યદિ હૃદયંગમ કરી લેવામાં આવે તે પણ તે સાધક શનૈઃ શનૈઃ પિતાનું કલ્યાણ સાધી શકે છે. અહિંસા (પ્રાણાતિપાત વિરમણ), સત્ય (મૃષાવાદ વિરમણ), અચૌર્ય (અદત્તાદાન વિરમણ), બ્રહ્મચર્ય (મૈથુન વિરમણ), સંતેષ (પરિગ્રહ વિરમણ), આ પાંચે સંવરનું અનુક્રમે વર્ણન કરવામાં આવશે.