________________ ક 460 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કને આત્મ પ્રદેશથી ખસેડવા માટે જિન વચનરૂપી હિતકર ઔષધ પી શકતા નથી. (4) ઉપરના કારણે ભવ પરંપરાને ટૂંકી કરવી હોય તે પાંચે આશ્રને ત્યાગ કર સર્વથા અનિવાર્ય છે. ત્યાર પછી જ તેઓ કર્મરજથી મુક્ત થઈને અનંત સુખનું ધામ, દુઃખના અણુ માત્રથી પણ મુક્ત, સિદ્ધશિલા, મુક્તિ-મોક્ષ મેળવવા માટે ભાગ્યશાળી બનશે. પરંતુ તેની શક્યતા ત્યારે જ બનવા પામશે જ્યારે પાંચે આશ્રને ભગાડવા માટે-દેશવટો દેવા માટે પાંચ પ્રકારના સંવરધર્મને આશ્રય લેવામાં આવશે. તે વિના દુનિયાના એકેય મંત્ર-તંત્ર કે જંત્રની શક્તિ કામ આવે તેમ નથી. અથવા પિતાના પાપને ધવા માટે બીજા માણસને સથવારે પણ કામ આવે તેમ નથી. માટે સમ્યમ્ બુદ્ધિથી ઉપર પ્રમાણે જાણીને સર્વથા અથવા યથાશક, યથાપરિસ્થિતિ તે પાપના દ્વાર અલ્પાશે પણ બંધ કરવા અને જાણીબુઝીને, મશ્કરીમાં, કુતૂહલમાં પણ પાપના માર્ગે જવાનું બંધ કરવું તેનાથી બીજે હિતાવડ માર્ગ નથી. - પંચમ આશ્રવ દ્વાર સમાપ્ત ન