________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 459 અને ૫-પરિગ્રહ, આ પાંચે આશ્રનું સેવન કરીને કમરજને ઉપાર્જન કરશે. જેથી તેઓનું ચારે ગતિએનું પર્યટન વધવા પામે છે. (1) દેવ દુર્લભ મનુષ્યાવતારને મેળવ્યા પછી, જેઓ શ્રુત ચારિત્ર રૂપ ધર્મને સાંભળતા નથી અને સાંભળ્યા પછી આચરતાં નથી. અર્થાત્ શ્રુત ચારિત્રધર્મની આરાધના કરવાના સમયે પ્રમાદ કરે છે, તેઓ પાંચ પ્રકારના મોટા પાપ ( આશ્ર) ના સેવન દ્વારા પૂર્વના પુણ્યને સમાપ્ત કરી નવા પાપને ઉપાર્જન કરનારા બને છે, જેથી હીન પુણ્ય બનેલા તેઓ નરકાદિ દુર્ગ તિઓમાં અનત ભ સુધી રખડનારા બનશે, કેમ કે હદય મંદિરમાં કાંતે આરાધના રહેશે, કાંતે વિરાધના રહેશે. યદિ આરાધના ન કરી શક્યા તે પગલે પગલે, શ્વાસે શ્વાસમાં વિરાધના જ ભાગ્યમાં રહેતાં ચાતુર્ગતિક સંસાર તમને છેડી શકશે નહિ. એટલે કે લેગ્રાઉન્ડના ફૂટબોલની જેમ સંસારની ગતિરૂપ શેરીઓમાં રખડપટ્ટી કરતાં કરતાં હેરાન-પરેશાન થયા વિના રહેવાના નથી. (2) મિથ્યાત્વના ગાઢ અંધકારમાં રહેલા જીવાત્માઓને ઘણી ઘણી રીતે સમજાવવા છતાં પણ તેઓ શુદ્ધ, પવિત્ર, સર્વથા નિર્દોષ માર્ગે આવવા માટેનું સમ્યગૂજ્ઞાન સાંભળી શકતા નથી, તેને આચરણમાં ઉતારી શકતા નથી. માટે ફરી ફરી નિકાચિત પાપોને ઉપાર્જન કરતાં હોય છે. (3) ઉદરમાં રહેલા વિષને કાઢવા માટે જે ઔષધ પીતા નથી, તેમ ભારે કમ જી પિતાના ભાવ પરંપરાના પાપ