________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 457 (6) કામગુણ એટલે પાંચે ઈન્દ્રિયેના 23 વિષયે, પરિગ્રહવંતને વળગ્યા વિના રહેતાં નથી. એટલે કે પરિગ્રહને ગુલામ, પાંચે ઈદ્રિના વિષયેને ગમે ત્યાંથી કે ગમે તે રીતે પણ મેળવવાને માટે રાત દિવસ એક કર્યા વિના રહેવાને નથી. (7) પરિગ્રહના ઇન્દ્રિય રૂપ ઘોડાઓ હંમેશા તેને ચડેલા હોય છે. અનુભવમાં પણ આવે તેવી વાત છે કેચાલીસ વર્ષની ઉંમર સુધી પરિગ્રહના અભાવે હાડ માંસ સૂકાઈ ગયેલા, હોઠ ફીકા પડેલા, ચહેરો જોયેલા ચેખા જે ફીકે અને આંખ ઉંડી થઈ ગયેલી હોય પણ કદાચ ત્યાર પછીના દિવસમાં પરિગ્રહને સથવારો મળી જાય તે માણસને પાછો સશક્ત થતાં વાર લાગતી નથી. માટે જ સૂત્રકાર કહે છે કે, પરિગ્રહની હાજરીમાં ઈન્દ્રિયને વેગ ઠંડું પડતું નથી. (8) પૈસાવાળાના ગુપ્ત કે અગુપ્ત શત્રુઓ ઘણું હોવાથી તેમની લેડ્યા અપવાદ સિવાય અપ્રશસ્ત જ રહેવા પામે છે. એટલે કે કૃષ્ણ-નીલ અને કાપિત લેશ્યાના તેઓ માલિક બને છે, જે દુર્ગતિદાયક છે. ઈત્યાદિક વૈભાવિક કે ઔદયિક ભાવના મૂળમાં પરિગ્રહની સત્તા જોરદાર હોય છે. જેના કારણે ચક્રવર્તીએ, વાસુદેવે અને બળદેવે પણ અતૃપ્ત રહ્યા હોય તો તેમનાથી ઉતરતાં પુણ્યવંતેની શી દશા? છેવટે કેવળી ભગવતેએ કહ્યું કેપરિગ્રહનું પાપ સાધકને માટે દોરડાનું બંધન છે, લેખંડની એડી જેવું છે, જેમાંથી છુટી શકાતું નથી.