________________ 456 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રહેવા દેશે નહિ. કદાચ કોઈ એક જ સંજ્ઞાને માલિક હેય તે પણ તેના જીવનના એકાદ ખૂણામાં ગુપ્ત કે અગુપ્તરૂપે પણ બાકીની ત્રણ સંજ્ઞાની હાજરી નકારી શકાય તેમ નથી. કદાચ કેઈને દ્રવ્યરૂપે નહિ તે ભાવરૂપે પણ ખરી. જેમ કે આહાર સંજ્ઞાના ગુલામને શબ્દ, રસ, ગબ્ધ અને સ્પર્શને ભગવટાને અતિરેક થતાં ભાવમથુનસંજ્ઞા પણ ઘેરાવે ઘાલ્યા વિના રહેશે નહિ. કેમ કે દૂધ-મલાઈ અને મિષ્ટાન્નો ખાવાવાળા વૃદ્ધ માણસને પણ મરી ગયેલે કામ ફરીથી જાગૃત થયા વિના રહેવાને નથી. કદાચ વયપરિપાકને લઈ આવેલી અશક્તિના કારણે પુરૂષની પુરૂષશક્તિ કે સ્ત્રીની સ્ત્રીશક્તિ મરી પરવારેલી હોય તે પણ ભગવેલી મધુરજનીઓની સ્મૃતિઓથી છુટકારો મેળવવામાં ભેગીઓ-મહાગીએ પણ અપવાદ સિવાય નિષ્ફળ ગયા છે માટે કહેવાયું છે કેઃ પાલા પત્તિ ખાય જે, તાકે સતાવે કામ; દૂધ-દહિં-મલાઈ ચાટે, તાકી જાણે શ્રી રામ. " એટલે કે સુખ-સુખ ખાનારાઓ પણ કામદેવની જેલમાંથી મુક્ત નથી તે માલ મસાલા ખાવાવાળાઓની દશા કેવળી સિવાય બીજું જાણે? આવા પ્રકારની મૈથુનશક્તિની પૂર્તિ પરિગ્રહ વિના શી રીતે થશે? અને ત્રણેના અતિરેકમાં ભયસંજ્ઞા વળગ્યા વિના રહેવાની નથી. જીવતી જાગતી એક ડાકણ પણ વળગતાં માનવને બપોરે આકાશના તારા દેખાવા માંડે છે, તે જેઓ ચારેય સંજ્ઞારૂપ ડાકણના ચક્કરમાં ફસાયા હશે તેની દશા શી થશે?