________________ 454 & શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરતાં કે પરમાત્માની સામે એકાગ્ર થવામાં ઘણું ઘણું પરિ. ગ્રહના જાળા વચમાં આવે છે. (3) ત્રણ ગારવ :-અભિમાન-માન-ગર્વ–ઘમંડ, અહં. કાર આદિની ઉત્પત્તિ જેનાથી થાય તેને ગારવ કહેવાય છે, જે અદ્ધિગારવ, સાતાગારવ અને રસગારવ રૂપે ત્રણ પ્રકારના છે. પરિગ્રહની માયામાં ફલેટનું દ્વાર બંધ કરી જ્યારે તિજોરીમાંથી દ્રવ્ય બહાર કાઢે છે, ગણે છે અને ગોઠવે છે, ત્યારે તેમને પિતાની અદ્ધિ-સમૃદ્ધિને મદ પૂરે પૂરે ચડે હોય છે. જેમકે આ હીરા-પન્ના-પુખરાજ-મેતી વગેરેના પડિકા ફેરેન જઈશ ત્યારે સાથે લેતે જઈશ. ત્યાં મનમાની આમદાની થશે. નેટના બંડલે જ્યારે ગણતા હોય છે ત્યારે એકાદ નેટની ભૂલ ન થાય તે માટે 2-3 વાર ગણતાં પણ તેમને સ્વપ્નમાંય આઠમ-ચતુર્દશીનું પ્રતિક્રમણ યાદ આવે તેમ નથી. જે પ્રકારના ખાનપાન કે વસ્ત્ર પરિધાનથી પિતાના શરીરની સુકુમારતા પોષાય, ચહેરાની ચમકદમક વધે, પાવડર-વસ્ત્રો પર સેંટ કે અત્તરની સુગંધ, પાનમાં તેવા પ્રકારના ઘટક દ્રવ્યોનું મિશ્રણ, દેશ-પરદેશથી સાબુ, સેંટ વિગેરેની ખરીદી આદિ દ્રવ્યમાં સાતાગારવ કામ કરે છે. આ કારણે જ તેમને સામાયિક કે પૂજાના વેષ ગમતા નથી. ઉપાશ્રયમાં રહેલા મચ્છરોને માર સહન થતું નથી. કેમ કે ત્રણે ગાર પરિગ્રહથી પોષાયેલા હોવાથી તેમના શરીર, ઇન્દ્રિ, બુદ્ધિ તથા મનમાં એક પછી એક અથવા ત્રણે સાથે રેસના ઘોડાઓની જેમ દોડધામ કરતાં જ હોય છે.