________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 453 પણ મને વિશ્વાસ છે કે તમને સાચો જવાબ કયારેય નહિ આપે. કેમ કે પરિગ્રહમાંથી અવિશ્વાસ અને અસંતોષ નામના ભયંકરમાં ભયંકર માનસિક રોગો ઉત્પન્ન થવાથી તેમને કેઈના પ્રતિ વિશ્વાસ હેતું નથી. બીજા કેઈ પૈસાવાળાને પૂછે તે કહેશે કે, દાલ-રેટી જેટલું મેળવ્યું છે, પણ તેટલાથી શું થાય? હજી અમેરિકાનું સોનું, ઓસ્ટ્રેલીયાની માલમત્તા, મારી તિજોરીમાં આવે તેવા વાસનિક્ષેપ કરનારા મુનિ ભગવંતને અથવા કયાંયથી જમણે શંખ, એકાક્ષી નાળીયેર મળી આવે તેની તપાસમાં છું. સ્વર્ગલેકના વિમાન જેવા બંગલાઓ, પલગ, અત્તરની વાવડી અને કપૂરની ગોટી જેવી દેવીએ મને મળે, તેવા મંત્રની, જની તથા તાંત્રિકની શોધમાં છું. છેવટે આવતાં ભાવમાં પણ મળે, તે માટે ભગવાનને હીરાને હાર, સુવર્ણ આદિ ઝવેરાતને મુગટ પહેરાવી દીધો છે. આ પ્રમાણે પરિગ્રહ વધારવાની ધૂનમાં અતિચાર અને અનાચારેને ખ્યાલ નહિ રહેવામાં મિથ્યાત્વશલ્ય સિવાય બીજું કયું કારણ? મતલબ કે ત્રણે શલ્યો ત્યાં નકારી શકાતા નથી. (2) ત્રણ દંડ:–રાતિ ઘોર ધુમ્મસમાં આંખેનું તેજ જેમ મંદુ પડે છે, તેમ પરિગ્રહના ઘેર અન્ધકારમાં ખાનદાનના કે નાની ઉંમરમાં મેળવેલા ધાર્મિક અભ્યાસના સંસ્કારે પણ ચલાયમાન થતાં, મન-વચન અને કાયાનું સપૂર્ણ તંત્ર અશુભ અને અશુદ્ધ બન્યા વિના રહેતું નથી. મતલબ કે મનદંડ, વચનદડ અને કાયદંડનું મૂળ કારણ પરિડ છે. જેની માયામાં અટવાઈ ગયેલા આત્માને સામાયિક