________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 451 નથી તેમજ કોઈની સાથે વૈર-વિરોધ કે કલેશ પણ કરવામાં સમજતું નથી, પરંતુ આપણું સૌને અનુભવ કહી રહ્યો છે કે, તે બચ્ચાને જેમ જેમ પરિગ્રહની માયા અથવા કુસંસ્કારી માતા, ફઈબાના કુસંસ્કારના કારણે પ્રાપ્ત થયેલી માયા અથવા આચાર-વિચાર અને ઉચ્ચારથી ભ્રષ્ટ થયેલા લંગેટિયા બાળમિત્રોના પાપ સહવાસની માયા વળગે છે અથવા લગાડવામાં આવે છે, તેમ તેમ તે જાતકેમાં ખરાબતત્ત્વગંદુતત્વ પ્રવેશ કરે છે અને તેમ થવામાં પરિગ્રહ મૌલિક કારણ છે. પરિગ્રહ શબ્દ એક જ છે પણ તેની માયા અજબ ગજબની છે, જેમ કે - (1) પુત્ર પ્રાપ્તિને મેહ તે પુત્ર પરિગ્રહ, (2) સ્ત્રી પ્રાપ્તિને મેહ તે સ્ત્રી પરિગ્રહ. (3) કામવાસનાને મેહ તે કામ પરિગ્રહ. (4) ધન-આભૂષણ અને મકાનની માયા તે દ્રવ્ય પરિગ્રહ. (5) વિષયવાસનાને જાગૃત કરવાને મેહ તે વાસના પરિગ્રહ. (6) તિજોરીમાં કે બેંકમાં સંગ્રહાયેલું ધન તે ભાવપરિગ્રહ, (7) ટેસ્ટફુલ ખેરાક ખાવાને મેહ તે ભેજન પરિગ્રહ (8) અભક્ષ્ય, અનંતકાય અને 15 કર્માદાન વ્યાપારને મેહ તે પાપ પરિગ્રહ. ઇત્યાદિ હજારે પ્રકારના પરિગ્રહમાં ગળાડૂબ થયેલા જીવાત્માઓને અઢળક સંપત્તિ પણ સુખ-શાંતિ અને સમાધિ