________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 449 રંગીલી તથા મદમાતી જશે ત્યારે તેને મેળવવા માટે ફાંફાં મારશે. છેવટે અતૃપ્ત રહેતા તેને આત્મા, બુદ્ધિ અને ઇન્દ્રિયની વાસના મરણ અવસ્થામાં પણ આર્તધ્યાનથી મુક્ત બનવા દે તેમ નથી. ગળીનું ધ્યાન માખી પર કેન્દ્રિત બનતાં તેને દાઢમાં લીધા વિના જેમ ચેન પડતું નથી, તેવી રીતે પરિગ્રહને વધારવાની દાનતવાળે માનવ પરદ્રવ્ય એટલે પારકાના ધન પ્રત્યે પિતાની આંખના ડોળા લગાવીને જ બેઠો હોય છે. સામેવાળાની નબળી કડી હાથમાં આવતાં જ તેનું ધન, ઓફીસ, પિઢી, ફેકટરી ગમે તે ઉપાયે પણ પિતાના કબજે કર્યા વિના રહેતું નથી. ભાઈ-ભાઈઓમાં, પિતા-પુત્રમાં, દેરાણું–જેઠાણીમાં પરસ્પર કલહ, જીભાજોડી, દંતકલેશ, વૈર-વિરોધ અને છેવટે કોર્ટ-કચેરીના પગથિયે ચડાવનાર પરિગ્રહ છે. કુટુમ્બીઓ, પાડોશીઓ કે બીજાઓનું અપમાન, તિરસ્કાર કરાવનાર પરિગ્રહ છે. કેમ કે બીજી બધીય ગરમી કરતાં પૈસાની ગરમી 108 ડિગ્રીની છે, અથવા દસ બેટલ શરાબપાન જેટલી મનાય છે. તેથી તેમનું મસ્તિષ્ક (હેડ ઓફીસ) ચેવસે કલાક ગરમ રહેવા પામે છે. ફળસ્વરૂપે સ્વપ્નમાં પણ બીજાએને ગાળો ભાંડ્યા વિના રહેતા નથી. આ કારણે જ કહેવાયું હશે કે, “ભૂલેચૂકે પણ સટોડીયા, ફીચરીયા, તેજી-મંદીવાળા, કામવાસનાના કીડા કે પરિગ્રહ ગ્રહથી પૂર્ણરૂપે ગ્રસ્ત