________________ શ્રી પ્રશ્નધ્યાકરણ સૂત્ર * 447 નાખ્યા વિના જ તેનું ગેપન કઈ રીતે કરવું ? બે જાતના ચોપડા કઈ રીતે લખવા? વકીલે તથા ચાર્ટર્ડ એકાઉન્ટને ખુશ કરી તેમની સલાહ પ્રમાણે કાળા બઝારના લાખે-કરે રૂપીઆને ઉજળા કઈ રીતે કરવા ઈત્યાદિ શિક્ષણ મેળવવાના આશયમાં પરિગ્રહની બોલબાલા સાફ સાફ દેખાઈ રહી છે. કેવી રીતે શ્રીમંત થવાય તે માટે અર્થશાસ્ત્ર શિખશે જેથી કાયદાઓમાંથી છટકી જવાની કળા મેળવી શકાય. ધનુષ્ય, બાણ, તલવાર આદિને બનાવવા માટેની તથા તેને ઉપયોગ કઈ રીતે કરે? તેનું શિક્ષણ મેળવશે. બીજાની સ્ત્રીઓને, કન્યાઓને, વિધવાઓને તથા પિતાને સ્વાર્થ જેનાથી સધાય તેવાઓને વશ કઈ રીતે કરવા તે માટેના શાસ્ત્રો, મંત્ર, તંત્રે શિખશે. તાંત્રિક પ્રયોગો જેવા કે-કાળી ગાયની પરી, બીલાડીની જાર, ઘુવડના નખ, કાગડાની વિષ્ટા, ધતૂરાના બી વગેરે સાધને, જે બીજાઓને વશ, માંડા, પાગલ તથા તેમના ઘરમાં ઝઘડા, તોફાન કરાવવા માટે ઉપયોગમાં આવે છે, તેને અભ્યાસ કરશે. સંખ્યાત-અસંખ્યાત છને ઘાત થાય તેવા સાબુ- ડા, તેજાબ, સ્પીરીટ, શરાબ કે તેના જેવા બીજા સાઘને અથવા જૂદા જૂદા પ્રકારની ફેકટરીઓ, ઉપશન શેરડી, તલ, મગફળી, કપાસીયા, સરસવ વગેરે પીલવાની ઘાણુઓ આયાત કરીને કે વેચાતી લઈને તેનાથી લાખ રૂપી આને પરિગ્રહ વધારશે. ઈત્યાદિક પાપજનક વ્યાપારમાં મસ્તાન બનીને તે પરિગ્રહી પિતાના જીવનને કલુષિત બનાવશે. મશીન દ્વારા જીવતા પશુઓના ઉતારેલા નરમ ચામડા,