________________ 448 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથીદાંત, સાપ આદિ જાનવરોની હત્યા દ્વારા તેમજ દેડકા, મેર, ઉંદરડા, વાંદરા વગેરેની હત્યા કરાવીને પૈસા મેળવશે. સારાંશ કે નિર્દોષ અને નિર્ધ્વસ પરિણામ વિના હજારો વ્યાપાર વિદ્યમાન છતાં પરિગ્રહની માયાને જ ધર્મ માન નારાઓ જીવહત્યા કરીને-કરાવીને પણ શ્રીમંત બનશે. પાંચ રૂપીઆની આમદાની થતી હોય તો ગમે તેવું જૂઠ વચન, જૂઠી સાક્ષી કે પરમાત્માના સેગન ખાઈને પણ જીવન યાપન કરનારાઓ પરિગ્રહના જ ગુલામ હોય છે. માટે એક બાજુ અરિહંત પરમાત્માની આજ્ઞા હોય અને બીજી તરફ જૂઠ બેલીને માયા મળતી હોય તો તેઓ પરમાત્માને અભરાઈએ મૂકી બિનધાસ્ત જૂઠ બેલશે. ગ્રાહકને સારો માલ બતાવશે અને દેતી વખતે ઓછા કેરેટના આભૂષણો, પાણ વિનાના બનાવટી હીરાઓ અને કલચર મેતીએ આપતા તેમને કોઈ જાતનું પાપ લાગતું નથી. વધી ગયેલા કે વધારી દીધેલા પરિગ્રહના કારણે ઘી-દૂધમસાલાને ખોરાક વધતાં કામની જાગૃતિ અને મનની ચંચલતા વધશે. ફળસ્વરૂપે વૃદ્ધાવસ્થાના પ્રથમ ચરણે જ શરીર અને મનને અધ્યાત્મરંગની ભાવના દેવી હતી તેને બદલે શૃંગાર રસ તરફ ઢળી જવાનો પ્રયાસ કરશે અને યમરાજના દૂત જેવા સફેદ વાળ થયા પછી પણ જુવાનીને આમંત્રણ આપશે. બળતી સગડીમાં નાખેલા કેલસાની જેમ ભેગની લાલસાથી મન બેકાબૂ બનવા પામે છે ત્યારે પરસ્ત્રી તરફ મન જશે, તેની પ્રાપ્તિ ન થાય અથવા એક પરસ્ત્રી કરતાં બીજીને