________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 377 નથી, વ્યાધિ નથી, બાધા નથી. તેમ વૈધવ્ય દેષથી હજાર માઈલ દૂર છે. મનુષ્ય કરતાં ઉંચાઈ કંઈક ઓછી હોય છે. વેષભૂષા અત્યંત શૃંગારપૂર્ણ હોય છે. તેમનાં સ્તને, જઘાએ, સાથળે, મુખ, હાથ, પગ અને આંખે અત્યંત સારી અને સૌને દર્શનીય હોય છે. તેમનામાં લાવણ્ય, રૂપ, યૌવન અને જીવનતત્ત્વના ગુણે અસાધારણ અને સાહજિક છે. શરીરની વિશિષ્ટ સુંદરતાને લાવણ્ય કહેવાય છે. જે સમસ્ત અવયવની સુંદરતામાં વધારે કરનાર છે. નંદનવનમાં ફરનારી અસરાએ જેવી, ઉતરકુરૂની ભૂમિમાં ઉત્પન્ન થયેલી તે યુગલિક સ્ત્રીઓ જાણે મનુષ્યરૂપિણ અપ્સરાઓ છે. તેમનાં સૌન્દર્ય, દેહયષ્ટિ, ચાલ, ભાષા અને વેષભૂષા અત્યભુત છે, જોવા લાયક છે. અભૂતપૂર્વ રૂપ છે. ત્રણ પાપમની આયુષ્ય મર્યાદાવાળી છે. આ રીતની સૌન્દર્ય સમ્પન્ન તે સ્ત્રીએ જીદગીના છેલ્લા ક્ષણ પર્યત કામમાં મસ્ત રહેવા છતાં પણ તૃપ્ત થતી નથી, સંતોષ મેળવી શકતી નથી, શરીરની ભૂખ પૂર્ણ થઈ શકતી નથી અને કામવાસનાની ભાવનામાં જ મૃત્યુ પામી દેવલેકવાસિની બનવા પામે છે. સારાંશ કે સર્વથા સ્વતંત્ર કામવિલાસના માલિક યુગલિએ પણ મૈથુનકર્મથી તૃપ્ત થતાં નથી. મિથુનકમી આત્મા કેવા પ્રકારના ફળે મેળવશે? મિથુનકર્મનું સ્વરૂપ, પર્યાયે આદિને કહ્યા પછી આર્ય સુધર્માસ્વામીજી જખ્ખસ્વામીને કહે છે કે, હે જબ્બ ! સમવસરણમાં બિરાજમાન થઈને પરમાત્મા શ્રી મહાવીરસ્વામીએ