________________ 402 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સિદ્ધાન્ત બનતો નથી પણ તે તે સર્વે તંત્ર-રવતંત્ર હોય છે. પરંતુ પરિગ્રહના અંધકારમાં અટવાયેલાએ પિતાની પરિગ્રહ સંજ્ઞાના ગુલામ હોવાથી સંગ્રહશીલતા છોડી શકતા નથી. માટે ચય, પરિગ્રહને પર્યાય બનવા પામે છે જે સાર્થક છે. (4) ઉપચય :- પુણ્ય પાપની તરતમતાને કારણે ધીમે ધીમે કે ઝપાટાબંધ શ્રીમંત થયેલાઓને કમાયેલા ધનમાં, બંગલાઓમાં, મેટરોમાં વૃદ્ધિ કરવાની ભાવના થાય તે ઉપચય છે. (5) નિધાન –મારૂં ધન-આભૂષણ-રેકડ નાણું ચેર ચેરી જશે તે તેવી શંકાથી જમીનમાં ખાડે છેદીને દાટી દેવાની પ્રવૃત્તિ કરવાની ભાવના તેમને હાડોહાડ વ્યાપી જાય છે. તેથી ચેરની બીકના માર્યા તેઓ આજે ઘરના એક ખૂણામાં તે ધનને દાટે છે. 2-4 દિવસ પછી દાટેલા ધનને ફરીથી જોઈ જાય છે, ગણી જાય છે અને બીજા સ્થળે તેને દાટે છે. આમ પરિગ્રહસંજ્ઞાના દોરડામાં સારી રીતે બંધાયેલ માનવ ધન સંતાડવામાં, કેઈને ત્યાં જમા મૂકવામાં, બેંક બેલેન્સમાં તથા કઈ બેંકમાં કેટલું ધન મૂકયું છે, તેની ખબર ઘર ના મેમ્બરને પણ પડવા દેતા નથી. . (6) સંભાર-કેકાર વગેરેમાં ભરી રાખેલા અને સમયે સમયે વધારી દીધેલા અનાજની, રેકડ નાણાંની કે આભૂષણની બીજી રીતે કેવી વ્યવસ્થા કરવી, તે માટે પરિગ્રહશીલ માનવ સદૈવ આર્તધ્યાનમય જ રહેવા પામે છે. તેના કારણે ઘરમાં લાવેલા અને રાખી મૂકેલા ફળ, શાક-ભાજીઓ સડવાની