________________ શ્રી પ્રભવ્યાકરણ સૂત્ર : 441 રહેલી ત્યારે પૂર્વભવના પુણ્યને સમાપ્ત થતાં વાર પણ લાગતી નથી. ફળસ્વરૂપે નવા નવા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો બંધાતા જશે માટે સૂત્રકારે કહ્યું કે, પરિગ્રહરૂપ મોટા પાપના કારણે પ્રતિસમયે સાત કે આઠ કર્મોનું બંધન જીવમાત્ર કરી રહ્યો છે. જેમકે - 1. પરિગ્રહમાં મતાન બની સમ્યજ્ઞાનને મેળવવાને માટે ઉદાસીન, પ્રમાદી, બેપરવા બનતે માણસ જ્ઞાનાવરણીય કર્મને બાંધ્યા વિના રહેતું નથી. 2. ધનને મેળવવા માટે ચારે દિશાઓમાં ધમપછાડા કરતે માનવ ચાલવામાં, ખાવામાં, દોડધામ કરવામાં કે બોલવા આદિના વ્યવહારમાં સર્વથા બેદરકાર રહેનારા ઘણુ નાના મોટા જીવોની તથા તેમની ઇન્દ્રિયને ઘાત કરશે. શરાબના નશામાં અઘેરીની જેમ ઉંઘતે રહેશે. ફળસ્વરૂપે દર્શનવરણીય કર્મને બાંધ્યા વિના રહેશે નહિ. 3. અહિંસા, સંયમ તથા ધર્મને ઢગ માનીને કે બેદરકાર રહી હિંસા, દુરાચાર અને ભંગ લાલસામાં ફસાયા તે અસાતવેદનીય કર્મને બાધ્યા વિના શી રીતે રહેવાશે? 4. પરિગ્રહની અત્યાસક્તિમાં ખાનદાન, ધાર્મિક સંસ્કાર કે સભ્ય વ્યવહારને ત્યાગ કરી દેવાશે તે 70 કડાકોડી સાગરોપમનું મોહકર્મ તમારે પડછાયે છોડશે નહિ અને તીર્થંકર પરમાત્માઓની સાત-સાત વીશીઓ થયા પછી જ તમારે પાલવ છેડશે, તથા મેહકર્મની લપસણી માયામાં ફરી