________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 439 સાધુ મુનિરાજની સેવામાં, ધનને ઉપગ આવતા ભવને માટે પણ કલ્યાણકારી રહેશે. અન્યથા પરિગ્રહની માયામાં મર્યા તે આવનારા ભવમાં ઉંદરડા, બીલાડા, નેળીયા, સર્પ, કૂતરા, શિયાળીયા, કે વ્યન્તર જેવા હલકા દેવ થયા વિના બીજો માર્ગ નથી. (6) અશાશ્વત –આ ચાલુ ભવમાં પુણ્યકમિંતા અર્થાત્ દાન-પુણ્ય, સાધુ-સાધ્વીઓની સૅવા, જિન મંદિરમાં જિનપૂજા નિમિત્તે દૂધ, ઘી, સાકર, અગરબત્તી, બસ આદિ પૂજાના સાધનથી ઉપાર્જિત થતું નવું પુણ્ય બાંધવાનું ભાગ્યમાં ન રહ્યું, સાથેસાથ હજાર પુણ્યની વચ્ચે જ્યારે પાપકર્મની રેખા ઉદયમાં આવશે, ત્યારે બેંક બેલેન્સને પણ ચવાઈ જતાં વાર લાગશે નહિ. તેવા સમયે ભેગે કરેલ પરિગ્રહ તમને આર્તધ્યાનમાં ફસાવ્યા વિના રહેશે નહિ. માટે જ સૂત્રકારોએ કહ્યું કે, “મળેલ કે મેળવેલ પરિગ્રહ કેઈને માટે પણ શાશ્વત એટલે કે જીવનની છેલ્લી ઘડી સુધી ટકી રહેશે તેને વિશ્વાસ રાખવે તે દી લઈને કૂવામાં પડવા જેવું છે.” માટે પછીથી પસ્તાવું પડે અને ફરીથી લક્ષ્મી મેળવવા માટે ધમપછાડા કરા પડે, અંતે પાસેથી દોરાધાગા, જમણ શંખ કે વાસક્ષેપ લેવા માટે રખડપટ્ટી કરવી પડે તેના કરતાં શ્રીમંતાઈની વિદ્યમાનતામાં જ તેનો ઉપયોગ દાન-પુણ્યમાં કરી લે શ્રેયસ્કર છે, કેમકે : 1. લક્ષ્મી યદિ તારાથી કમાયેલી હોય તે તે તારી પુત્રીરૂપી હોવાથી તેને ઉપગ પાપમાગે, પરસ્ત્રીગમનના