________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 437 કાકીને કે ગરીબના ઘેર રહેલી પિતાની ભગિનીઓને પણ બાર મહિનાના રેટલા નહિ આપનાર શ્રીમંતને લક્ષમીદેવી જ્યારે હાથતાળી આપીને રવાના થઈ છે, તેમને મુંબઈન બજારમાંથી ગુમાવી દીધેલા એટલાઓ કે દુકાને કે પેઢીઓ ફરીથી પ્રાપ્ત થઈ નથી. ઈત્યાદિ કારણોને લઈ સૂત્રકારે કહ્યું કે પરિગ્રહ સૌને માટે નાશવંત છે. આધિ-વ્યાધિ, અસંતોષ અને અવિશ્વાસને આપનાર છે. માટે જ એક કવિએ કહ્યું કેકાન પર બેઠેલી તારી કલમ તારા કાનમાં નીચે પ્રમાણે કહી રહી છે. (1) સાધુસંત અને મુનિરાજોને હંમેશા ન્યાય નીતિથી પવિત્ર થયેલું દાન આપજે. (2) શત્રુઓ પર હંમેશા ઉપકાર કરજે અને તેમની ભૂલેને ભૂલી જજે. (3) બંધુ-કૌટુમ્બિક, પાડોશી અને ફેમીલીના મેંબરે સાથે સજનતા-સભ્યતા અને ધર્મે વ્યવહાર કરજે. (4) તારૂં પિતાનું હિતકાર્ય ક્યારેય ભૂલીશ નહિ. મતલબ કે કલાક બે કલાક તારા આત્માની ભલાઈ થાય તેવા ધાર્મિક કાર્યો કરજે. (5) તારા માલિક, શેઠ, એફસર સાથે લુચ્ચાઈ, બેઈમાની કરીશ નહિ. ઈત્યાદિ કાર્યો તું બરાબર કરજે, સતત કરજે, અન્યથા મૃત્યુના સમયે તારૂં મેટું મારા જેવું કાળું થઈ જશે. કલમ