________________ 436 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેમ કે તેઓને પોતાના ભાગ્ય પર અતૂટ વિશ્વાસ હોવાથી ક્યાંય પણ અવળો માર્ગ સ્વીકારતા નથી, વ્યવહાર પૂરતું ધન મેળવવામાં ક્યાંય અનીતિ–પ્રપંચ થવા ન પામે તેને ખ્યાલ રાખે છે, છેવટે પિતાના કટ્ટર દુશ્મનને પણ બેટી સલાહ આપતાં નથી. સર્વથા નિણત તથ્ય છે કે ભાગ્યની દાળરોટી કે દૂધરટીમાં રતિમાત્ર ફરક પડતો નથી. પરન્ત ધર્મ કે સિદ્ધાન્તની પરવા કર્યા વિના જે પિતાના ભાગ્યને વિશ્વાસ બેઈ નાખે છે, તેમને પરમાત્મા પર પણ વિશ્વાસ હોઈ શકતું નથી. તે કારણે દુબુદ્ધિ વશ બનેલા તે માન પરિગ્રહ એટલે પૈસે વગેરે વધારવાના અવળે રસ્તે જાય છે, જેનું પરિણામ (રીઝલટ) હંમેશા દુરન્ત એટલે ખતરનાક જ આવે છે. હજારો શ્રીમંતમાંથી એકાદને અપવાદ રૂપે છેડીને બાકીના ધનવંતે મૃત્યુના સમયમાં હાયપીટ કરતાં, રોગમાં પીડાતાં અને પિતાની ભેગી કરેલી માયાને ટગર ટગર જોતાં , જ આંખ બંધ કરી લે છે અને દુર્ગતિના અતિથિ બને છે. (4) અશ્રુવ –હજારો લાખે માનવેની શ્રદ્ધાંજલી અને અર્થોથી સત્કાર પામેલા સૂર્યનારાયણને ઉદયકાળ પણ સ્થિર રહી શકતું નથી. પરિણામે પોતાની ઉદયાવસ્થા દરમ્યાનમાં પિતાના જાતભાઈ ચન્દ્ર, તારા, ગ્રહ અને નક્ષત્ર આદિને સર્વથા તેજહીન કરનાર સૂર્યને અસ્તાચલ પર જતાં કેઈ જેવા માટે પણ તૈયાર નથી. તેવી રીતે પરિગ્રહને ઉદય પણ જાણવે. આપણે પ્રત્યક્ષ જાણીએ છીએ કે, શ્રીમંતાઈ દરમ્યાન પિતાના ભાઈના પુત્રોને, ભાભીઓને, ફઈબા કે કાકા