________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 435 માટે હીના, ગુલાબ, ચંપા, કેવડા કે બીજા કોઈ અત્તર નળમાંથી ટપકતા નથી. આ પ્રમાણે વધારી દીધેલા પરિગ્રહમાં મોટામાં મેટું દૂષણ હોય તે એક જ છે કે તેના માલિકને હજારે પ્રકારની આપત્તિઓ, વિપત્તિઓરૂપે ભયસંજ્ઞા લાગુ પડ્યા વિના રહેતી નથી. જેમાંથી ડાયાબિટિસ, હાર્ટએટેક, બ્લડપ્રેશર, કેન્સર, ટી.બી. આદિના સર્વથા અસાધ્ય રોગો લાગુ પડે છે. આ કારણે ઘસાઈ ગયેલું શરીર, કમજોર થયેલું મસ્તિષ્ક, પરવારી જવા આવેલું પુણ્યકર્મ જ્યારે એક દિવસે વિશ્વાસઘાત કરશે, તેવા સમયે મૃત્યુ પામનારા માણસને શરણ દેવાવાળે કે? કેમ કે સગાએ જેમાં પુત્રો, પિતા અને ધર્મપત્ની મુખ્ય છે, તેઓએ આજ સુધી કોઈને પણ મરતાં બચાવ્યાનું એ કેમ ઉદાહરણ હજારે ફૂલલાઈટમાં તપાસવા છતાં પણ મળવાનું નથી. તે આપણને બચાવનાર કોણ? અને જે કંઈ ન હોય તે પરિગ્રહના પાપમાગે છંદગીને ખપાવી દેવી તેના કરતાં તેને મર્યાદામાં કરવા જે બીજે માર્ગ નથી. આ કારણે જ સૂત્રકારોએ કહ્યું “પરિગ્રહ કેઈને પણ શરણ આપવા માટે સમર્થ નથી.” યમરાજ કેઈની રિવત લેતો નથી, શરમ રાખતા નથી. માળવા, ગુજરાત, અમેરિકા, છેવટે વિમાનમાં, બસમાં કે પોતાની અમેરિકન કારમાં બેઠો હોય તે પણ શરમ વિનાને યમરાજ તમને ગમે ત્યાંથી ઉપાડ્યા વિના રહેવાને નથી. (3) દુરન્ત બુદ્ધિશાળી અને વિવેકી આત્માની નાની કે મોટી પ્રવૃત્તિ પણ સારા પરિણામ દેનારી હોય છે.