________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 433 પિતે જ આગળ કહેવાના છે. તેથી અત્યારે સમ્યજ્ઞાનના હાડવૈરી પરિગ્રહના સ્વભાવને ક્રમશઃ જાણુએ. (1) અનન્ત –પરિગ્રહના કીડા સ્વરૂપ માનવોને, પરિગ્રહ વધારવા માટે જ મનુષ્યાવતાર માન્ય હોય તે કારણે તેમના અહોરાત્રી, મહિનાઓ, વર્ષો અને છેવટે જીવનનું સમાપન “હાય મારો પૈ” કરતાં કરતાં ધન, સુવર્ણ—હીરા તથા શણગારેલા મકાનોને રેતાં રેતાં, મરણને શરણ થાય છે. સમુદ્રને પાર કરવા માટે જહાજ છે, ભારત ખંડની પરિક્રમા કરવા માટે વૈકિય શક્તિ છે, પણ પરિગ્રડને પાર કરવા માટે કેઈની પાસે કંઈ પણ સાધન નથી. માટે તેને અનન્ત કહ્યો છે. ખાવા માટે બે રોટલી, પહેરવા માટે બે વસ્ત્ર અને રહેવા માટે મકાનની એક કેડી (રૂમ) અનાયાસે મળી ગયા પછી પણ પરિગ્રહ સંજ્ઞાના કારણે તેમાં તેને સંતેષ જ નથી. પરિગ્રહ વધારવા માટે હજાર પ્રકારના મનસુબાઓ રૂપ આર્તધ્યાનના માલિક બનેલાએ જવનને અંત લાવશે પણ પરિગ્રહને અન્ત ક્યારેય પણ લાવી શકવાના નથી હજારલાખે અને કરોડો મળ્યા તે પણ પરિગ્રહનો અંત દેખાતે નથી. છેવટે ચક્રવર્તિત્વ, ઈન્દ્રત્વ, વાસુદેવત્વ તથા શરીરના રૂપની પરમ સીમા, શૂરવીરતાની અજોડતા અને સૌભાગ્યની પૂર્ણાહુતિ પોતાના ભાગ્ય થઈ ગઈ હોય તે પણ પરિગ્રહ વધારવાની પૂર્ણાહુતિ થતી નથી અર્થાત્ અમર્યાદિત થયેલા પરિગ્રહને મર્યાદિત કરવા જેટલી શક્તિ પણ આત્મામાં રહેતી નથી.