________________ 432 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઇત્યાદિ અગણિત દાખલાઓને જોયા પછી “રોગ ઘરનો નિવેદનશો” જિનેશ્વર પરમાત્માઓએ તે સીમાં લેભ પરિગ્રહને મૂળ કારણરૂપ કહ્યો છે. નટરાજ તરીકે પ્રસિદ્ધિ પામેલા લેભના રૂપાંતરે નીચે પ્રકારે જાણવા - પુત્રને લેભ, ધનને લેભ, સત્તાને લેભ, પરસ્ત્રીને લેભ, વિષયવાસનાને લેભ, શરીરને શણગારવાને લેભ, પિઝશનને લેભ, પુત્ર પરિવારની માયાને લેભ, આદિ રૂપે નટરાજના વેષે જુદા જુદા છે. પરિગ્રહને સ્વભાવ કેવા પ્રકાર છે? * પરિગ્રહની માયા અને તેનાથી બંધાયેલા ઋણાનુબંધનેને ત્યાગ એટલે બધે કઠણ છે, જેના કારણે તેને સ્વભાવ કહેવાઈ ગયું છે, છતાં ફરીથી. સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજી પરિગ્રહની ભયંકરતાને બતાવવા માટે ઉદાર બન્યા છે, જેથી હહડતા કલિયુગ (હુડીઅવસર્પિણીના પાંચમા આરાની વિશમી શતાબ્દિ)માં જન્મેલા આપણા જેવાઓને મતિજ્ઞાનાવરણીય અને મેહકર્મના ઉદયમાં પણ કંઈક જ્ઞાનસંજ્ઞા પ્રાપ્ત થાય અને પરિગ્રહની માયાને ધીમે ધીમે છેડવાને વિશેષ પુરૂષાર્થ કરીએ, આના સિવાય બીજું કારણ શું હોઈ શકે? કેમ કે સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ અત્યંત દુર્લભ કહી છે. વિદ્યાની પ્રાપ્તિમાં ઉદરભરિત્વ કે સ્વાર્થ પણ કારણ હોઈ શકે, જ્યારે , સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં કેવળ આત્માને પરમાત્મા બનાવવાની ભાવના જ હોય છે. વિદ્યા પ્રાપ્તિની સુલભતા તે સૂત્રકાર