________________ 430 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છેડી શકતા કે નથી તેની મર્યાદા કરી શકતા. કેમકે - “તે જ કુળ વરિયાણં મમાયંતિ સ્રોમાથા' એટલે કે, સમસ્ત પ્રાણીઓ લેભ નામના રાક્ષસથી ઘેરાયેલા હોઈને સવારથી શયનવસ્થા સુધી “મારૂં મારૂં ' કરતાં રહે છે. આના કારણે માનવ પ્રત્યેક પદાર્થને ઈચ્છે છે, ગ્રહણ કરે છે, એકના ડબલ કરે છે, સુરક્ષિત રાખે છે, તેમાં પ્રેરણા આપે છે. જેથી માનવની બુદ્ધિ મુંઝાઈ જાય છે. તેની સાથે જ્યારે જ્ઞાનાવરણીય કે મતિજ્ઞાનાવરણીય કર્મનું મિશ્રણ થાય છે ત્યારે પરિગ્રહ વિના ફેશનેબલ, હાટ, બંગલા અને વ્યાપાર દ્વારા લાખેકરડેને કમાવ્યા વિના શી રીતે ચાલે? અને શરાબપાન જેવું મેહુકમ સાથીદાર બને છે ત્યારે એક પણ ધર્મવાક્યને સાંભળ્યા કે શ્રદ્ધામાં ઉતાર્યા વિના “પરિગ્રહને જ ધર્મ માનતાં કહે છે કે, “વ્યાપારમાં સાચા બેટા, વ્યાજના ગોટાળા કે તેલ માપમાં ન્યાય જેવા બેસીએ તે શ્રીમંત બનવાને સમય ક્યારેય પણ આવે જ નહિં. વ્યાખ્યાનની પાટ પરથી આચાર્ય ભગવંતેને કહેવાને ધર્મ છે અને આપણને સાંભળવાને, બાકી તે ભાઈ, મહારાજની વાત માનીએ તે વગર પાણીએ હજામત થઈ જાય તેમ છે.” આવા કારણોને લઈ પરિગ્રહધારીના જીવનમાં હિંસા, જૂઠ, ચેરી અને મૈથુન પાપોનું તથા હદ બહાર થયેલા કક્ષાનું પ્રાબલ્ય આદિ પાપ એક પછી એક આવતાં જ રહે છે. ઘણીવાર તે પાપના ભાવે, જ્યારે અત્યવ્ર બને છે ત્યારે તેને પૈસા કમાવવાની ધૂન સિવાય બીજા એકેય કાર્યમાં રસ હેતે નથી.